સુરતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી : 2 કલાકમાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે જો વાત સુરતની કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. , બે કલાકમાં સાડાપાંચ ઈંચ વરસાદ વરસતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું છે રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. પાણીનો પ્રવાહ વધવાને કારણે ગાડીઓ અડધી ડૂબી ગયેલી વિડીયોમાં જોવા મળે છે ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

જનજીવન અસ્ત વ્યસ્ત
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પહેલા જ ધોધમાર વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે મેઘરાજા સુરતમાં ધોધમાર વરસી રહ્યા છે જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના વિડીયો પણ સામે આવ્યા છે આ વિડીયો અડાજણ પાટિયાના વીડિયો છે જેમાં જોઈ શકાય કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.
સુરત મનપા દ્વારા શાળાઓમાં રજા જાહેર
સુરતમા મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ બે કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા છે ત્યારે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : કડી-વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ : મતનો વરસાદ કોને ભીંજવશે? ભાજપ અને AAP વચ્ચે ટક્કર, ગોપાલ ઇટલીયા આગળ

સુરતમાં મેઘરજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ ખાબક્યા બાદ, આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અનેક લોકોના વાહનો ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.