ઓરિસ્સાથી રાજકોટ ગાંજો સપ્લાય કરવા આવેલ દંપતી પકડાયું
બિલાસપુર-હાપા ટ્રેનમાંઆવેલ દંપતી પાસેથી 8 કિલો ગાંજો કબજે
રાજકોટ રેલવે સ્ટેશને બપોરે બિલાસપુર-હાપા ટ્રેનમાં8 કિલો ગાંજાસાથે રાજકોટ આવેલ પરપ્રાંતીય દંપતીને રેલવે એસઓજીએ ઝડપી લીધું હતું રાજકોટમાં આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.
રાજકોટ રેલવે બિલાસપુર-હાપા ટ્રેન રાજકોટ પ્લેટફોર્મ પર આવી ત્યારે ચેકિંગમાં રહેલ એસઓજીના સ્ટાફે ટ્રેનમાંથી ઉતરેલું એક દંપતિ શંકાસ્પદ લાગતા સમાનની તલાશી લેતા થેલા માંથી 8 કિલો ગાંજો મળી આવ્યો હતો ઓરીસ્સાના કાલાદન્ડીના સીમજાયારીના નરેન્દ્ર બલદેવ દિપ અને તેની પત્ની પાયલ નરેન્દ્ર દીપની ધરપકડ કરી પુછપરછ કરતાં દંપતી ઓરીસ્સાથી રાયપુર અને રાયપુરથી રાજકોટ આવ્યા હતા આ ગાંજાનો જથ્થો રાજકોટ રહેતા એક શખ્સે મંગાવ્યાનું અને તે લેવા માટે આવવાનો હોવાની કબુલાત આપી હતી.જીઆરપીના એસ.ઓ.જી.ના ઈનચાર્જ પી.આઈ. ગઢવીની સુચનાથી સ્ટાફના જયવીરસિંહ ,સિધરાજસિંહ જાડેજા, રવીરાજસિંહ રાયજાદા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.