Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવ્યો : અંજલિબેન સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં

Mon, June 16 2025

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા હતા ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારના મોભીની વસમી વિદાયથી પત્ની અંજલીબેન રૂપાણી, દીકરો ઋષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી ભાંગી પડ્યા હતા. ત્યારે સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ લઈને અમદાવાદથી ખાસ પ્લેન હીરાસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું ત્યારબાદ એમ્બ્યુલન્સ રાજકોટ આવવા રવાના થઈ હતી.  અંજલિબેન રૂપાણી સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે અને વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે.

\



રાજકીય સન્માન સાથે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ સોમવારે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થઈ જતાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવા આવ્યો હતો. સોમવારે સિવિલ હોસ્પિટલમાં જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તેમના પત્ની અંજલી રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો હાજર હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે

બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ રાજકોટ આવવા રવાના થઈ હતી.  અંજલિબેન રૂપાણી સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે અને વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. એકંદરે ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેના રોડથી બાલક હનુમાન ચોક, કે.ડી.ચોકથી સંતકબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક, ત્યાંથી કેસરી હિંદ પુલથી સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડ અને ત્યાંથી પ્રકાશ સોસાયટીમાં કે જ્યાં વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન છે ત્યાં પાર્થિવ દેહ પહોંચશે. અહીં બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન (પુજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે) પાર્થિવ દેહ દર્શનાર્થે રાખવામાં આવશે.

આ પણ વાંચો : પાપા, મેરી જાન..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા વિજય રૂપની સાથે ‘ફાધર્સ ડે’ સેલિબ્રેટ કર્યો હોત!

સાંજે પાંચ વાગ્યાથી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા શરૂ થશે

ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા શરૂ થશે જે પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન)થી નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકિઝ રોડ, સ્વામિનારાયણ મંદિર-ભૂપેન્દ્ર રોડથી રામનાથપરા સ્મશાન પહોંચશે જ્યાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

આ પણ વાંચો : આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર

આ પછી બીજા દિવસે એટલે કે આવતીકાલે બપોરે 3થી 6 દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા થશે. તા.19ને ગુરૂવારે સવારે 9થી 12 દરમિયાન ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, એક્ઝિબિશન સેન્ટર હોલ નં.1 ખાતે પ્રાર્થના સભા યોજાશે અને તા.20ને શુક્રવારે સાંજે 4થી 6 દરમિયાન વિજયભાઈ રૂપાણી તેમજ દૂર્ઘટનાના તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કમલમ્, કોબા-ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાશે.

Share Article

Other Articles

Previous

સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Next

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો : પત્ની અંજલીબેન ભાંગી પડ્યા, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
8 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
8 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
8 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

લોકસભાના સ્પીકર તરીકે ધ્વનિ મતથી ચૂંટાતા ઓમ બિરલા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવાનું બીડું ઝડપતા DCP પૂજા યાદવ
રાજકોટ
2 વર્ષ પહેલા
IPLની બે મેચની તારીખમાં ફેરફાર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રૈયારોડ પર મહિલાને ચાર વ્યાજખોરોનો ત્રાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર