Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જનનીની જોડ સખી નહી જડે રે લોલ! રાજકોટની માતાએ પુત્રને કિડની આપી બીજી વાર આપ્યો ‘જન્મ’

Thu, June 12 2025

જન્મદાતા હૈ તું….જન્મ દેતી હૈં જો,માઁ જીસે જગ કહે…ઉસ વિધાતા કી પહેચાન હૈ…આ શબ્દો છે રાજકોટનાં ગોપાલનાં.જેને માતા માધુરીબેનએ પોતાની કિડની આપી નવો જન્મ આપ્યો છે.હાલમાં ગોપાલ સારડા સી.એ.ફાઇનલની નવી ઉર્જા સાથે તૈયારીઓ કરી રહ્યો છે.ભક્તિનગર વિસ્તારમાં રહેતા હિરેનભાઈ સારડાનાં બે પુત્રો ગોપાલ અને વેદાંત,4 સભ્યોનો પરિવાર પોતાની મસ્તીમાં જીવી રહ્યા હતા.



ખબર નહિ જાણે કે સમયનું ચક્ર ફર્યું ને અચાનક હર્યા ભર્યા આ માળામાં ઉપાધિ આવી ગઈ,એક વર્ષ અગાઉ સી.એ. ફાઇનલ પરીક્ષા માટેની તૈયારી કરી રહેલા ગોપાલને ઉલટી અને ડાયેરિયા થતાં ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો ત્યારે તેમને નિદાન કર્યું કે ઉનાળામાં ગરમી વધારે હોવાના લીધે કદાચ લૂ લાગી ગઈ હશે.એ સમયે ગોપાલ આર્ટીકલશિપમાં ઓડિટ માટે ગયો હતો.આથી બધાને એમ કે ગરમીનાં કારણે ગોપાલ બીમાર પડી ગયો હશે…!!

દવા કામ ન કરીને અને ફરીથી ગોપાલને તબિયત લથડતાં મેડિકલ રિપોર્ટ કરાવ્યા જેમાં ડૉક્ટરએ કહ્યું કે,તમારા દીકરાની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે,તાત્કાલિક ડાયાલિસિસ પર લેવો પડશે. આ સમયે મમ્મી પપ્પાના પગ નીચેથી જમીન ખસકી ગઈ.. કારણ કે ક્યારેય પણ ગોપાલ બીમાર પડ્યો ન હતો અને અચાનક બંને કિડની ફેલ થતા સૌથી મોટું ટેન્શન એ આવી ગયું કે ગોપાલને કેવી રીતે કિડની મળશે …?ક્યારે મળશે કેવી રીતે તેને જીવન આપી શકાશે..?



આ બધા વિચારોના જવાબ મળે તે પહેલા જ ગોપાલ ની સવાણી કિડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો અને જ્યાં તેનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું.. જ્યાં ડોક્ટર ડેનિસ સાવલિયાની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી,ત્યારબાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની ચેલેન્જ શરૂ થઈ.આ વિશે હિરેનભાઈ કહે છે કે,આ ખરાબ સમય વચ્ચે એક આશાનું કિરણ મળ્યું કે,જેમાં અમે બંને હું અને મારા પત્નીનું બ્લડ ગ્રૂપ બી પોઝિટિવ હતું,જે ગોપાલનું બ્લડગ્રૂપ હતું.આથી અમે બંનેએ કિડની આપવા તૈયાર થઈ ગયા.


આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી

જ્યારે બધા રિપોર્ટ કર્યા પછી મારા પત્ની માધુરી સાથે ગોપાલના રિપોર્ટ વધુ મેચિંગ થતાં દીકરાને હું નવું જીવન આપી શકું એનાથી વિશેષ શું ખુશી હોય શકે..!! આ વાત કહીને દીકરા માટે માધુરીની કિડની ગોપાલને આપવાની મેડિકલ પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પરિસ્થિતિમાં સૌથી વધારે હિંમત રાખી હોય તો ગોપાલએ… અચાનક તેની સામે જીવન સામે જંગ લડવાની હતી તો બીજી તરફ કારકિર્દી વચ્ચે અલ્પવિરામ આવી ગયો હતો.

ડો.ડેનિસ સાવલિયા,ડો.દિવ્યેશ વિરોજા,ડો.પંકજ ઢોલરીયા  સહિતની ટીમ દ્વારા ગત 17 નવેમ્બર 2024 ના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સર્જરી કરાઈ ને ત્યારબાદ 6 મહિના સુધી ગોપાલને આઇસોલેટ કરવામાં આવેલ,તાજેતરમાં તેના રિપોર્ટ કરાયાં ને હવે એકદમ નોર્મલ અને સ્વસ્થ થઈ જતાં મમ્મીનાં વરદાનથી ફરીથી તેની લાઈફની નવી ઇનિંગ શરૂ કરી છે.જ્યારે એક જનની બીજી વાર એ જ બાળક માટે જનેતા બની છે આ મમતાથી વિશેષ માધુરીબેન માટે શું ખુશી હોય શકે…

આ પણ વાંચો : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી : 16 જૂને વરસાદનું આગમન, રાજકોટ માટે યલો એલર્ટ

.માતા-પુત્ર માટે 6 મહિનાની “જુદાઈ” ખૂબ કપરો સમય રહ્યો

કોપીરાઈટના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં હિરેનભાઈ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં ખાસ પરિવારજનો અને મિત્રોનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓએ આર્થિક સહયોગ આપ્યો, ગોપાલને કિડની મળી ગયા બાદ તેની કાળજી રાખવાની હતી. મારું ઘર નાનું હોવાથી અમારા ઘર પાસે જ એક ફ્લેટ ભાડે રાખ્યો જ્યાં ગોપાલ આઇસોલેટ થયો, આ ઘડીએ માતા-પિતાને મળી શકતી ન હતી,જેથી એનો જીવ ખૂબ જ બળતો, ધીમે ધીમે ગોપાલ ને સારું થઈ ગયું ત્યારબાદ મમ્મી અને દીકરો બહારથી એક બીજાની તબિયત પૂછતાં,આ 6 મહિના અમારા માટે ખૂબ અઘરા હતા.

Share Article

Other Articles

Previous

DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ

Next

પાકિસ્તાનના પેશાવરમાં ફરી ધરતી ધ્રુજી, 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા, તાઈવાનમાં પણ 6.4 નો જોરદાર ભૂકંપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
6 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભાજપના સાંસદ,પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આપી ધમકી, જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વકફ સંશોધન ખરડાને જેપીસીની મંજૂરી, 14 સુધારા કરાયા, વિપક્ષના સૂચનો રદ
Breaking
1 વર્ષ પહેલા
આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર
ગુજરાત
9 મહિના પહેલા
પાકિસ્તાનના વડાપ્રધાનને તેમના ભાઈ નવાઝ શરીફે યુધ્ધ વિષે શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર