Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના

Wed, June 11 2025

રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક નજીક રહેતાં અને ભક્તિનગરમાં ફુલની દુકાન ધરાવતાં વેપારીનો 15 વર્ષનો પુત્ર ઘર છોડી છોડીને ચાલ્યો ગયા બાદ પોલીસ તેને મહામહેનતે દિલ્હીથી શોધી લાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આવો જ વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. શહેરના પેડક રોડ ઉપર રહેતી અને એ જ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા તેના જ ઘરમાંથી 20,000ની રકમ ચોરી 14 વર્ષની બહેનપણી સાથે ગાયબ થઈ જતાં બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ આ બન્નેને શોધવા માટે રીતસરનો ધંધે લાગી ગયો હતો.

freepik

આ અંગે 15 વર્ષીય સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની 15 વર્ષ ચાર મહિના 13 દિવસની વય ધરાવતી પુત્રી પાડોશમાં રહેતા પરિવારની 14 વર્ષની પુત્રી સાથે 9 જૂને સવારે 7 થી 12 વાગ્યા સુધી સ્કૂલે ગઈ હતી. સ્કૂલે જઈ આવ્યા બાદ બન્ને બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન પેડક રોડ પર જ આવેલી શાળામાં ટ્યુશન માટે પણ જાય છે. નવ જૂને બન્ને બપોરે 2:45 વાગ્યા આસપાસ ટ્યુશન જવાનું કહીને ઘેરથી નીકળી હતી. પાંચ વાગ્યાની જગ્યાએ ૫:૩૦ જેવો સમય થઈ જવા છતાં બન્ને પરત નહીં આવતાં ફરિયાદીએ પોતાની મોટી પુત્રી કે જે ૧૭ વર્ષની છે તેને શાળા પર મોકલી હતી પરંતુ ત્યાંથી શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બન્ને ટ્યુશન ક્લાસમાં આવી જ નથી.

આ પછી ચિંતીત પિતા સ્કૂલે દોડી જઈને તપાસ શરૂ કરી હતી. આ વેળાએ ૧૪ વર્ષની બાળકીના પિતા પણ સ્કૂલે આવી જતાં તમામે મળીને તપાસ કરતાં પેડક રોડપર મેલડી માના મંદિર પાસે બન્ને બાળકીની સાઈકલ રેઢી મળી આવી હતી. પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બન્નેનું કોઈ જ પગેરું ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં તા.26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ થશે સહભાગી

પોલીસ ફરિયાદ નોંધાતાં જ બી-ડિવિઝનના સ્ટાફે બાળકીની શોધખોળ શરૂ કરતા એવી વિગત સામે આવી હતી કે જે ૧૫ વર્ષની બાળકી છે તેના ઘરમાંથી બે દિવસ પહેલાં ૨૦ હજારની રકમ પણ ગાયબ થઈ ગઈ હોય આ રકમ બાળકી જ લઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. આ પછી પોલીસે બન્ને બાળકીએ જ્યાં સાઈકલ મુકી હતી ત્યાંના સીસીટીવી ચેક કરતાં બન્ને રિક્ષામાં બેસીને જઈ રહેલી દેખાઈ હતી. આ પછી પોલીસે આખા પેડક રોડ, સંતકબીર રોડ તેમજ બસ સ્ટેન્ડ આસપાસ તેમજ અંદરના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કશી ભાળ ન મળતાં રેલવે સ્ટેશન આસપાસના ફૂટેજ ચેક કરતા બન્ને બાળકી ત્યાં દેખાઈ હતી જેથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી. અનુમાન પ્રમાણે બન્ને બાળકી ટ્રેનમાં બેસીને રવાના થઈ ગઈ હોય તેવું બની શકે તેમ હોવાથી એ દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો છે.

સ્કૂલ ખૂલી ‘ને પ્રથમ દિવસે જ બન્ને ગૂમ

શાળામાં 35 દિવસની વેકેશન પડયા બાદ સોમવારથી ફરી ધમધમાટ શરૂ થયો હતો. આ બન્ને બાળકી પણ સ્કૂલ ખૂલ્યાના પ્રથમ દિવસે સ્કૂલે ગયા બાદ ગાયબ થઈ જતાં એવું પણ બની શકે કે બન્નેને ભણવાનું પસંદ ન હોય અથવા તો આટલા દિવસ રજાનો આનંદ માણ્યા બાદ સ્કૂલ કે ટયુશન જવું ગમતું ન હોય ઘર છોડી દીધું હોઈ શકે… જો કે પોલીસ અત્યારે આ તમામ દિશામાં ધ્યાન કેન્દ્રીત કરીને કોઈ પણ ભોગે બાળકીઓને શોધવા માટે પ્રયત્નશીલ છે.

Share Article

Other Articles

Previous

કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર

Next

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 247 દિવસ બાળકો ભણશે : બ્રિજ કોર્સ તૈયાર,ઓક્ટોબર માસમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં રોજગાર પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ થશે
15 કલાક પહેલા
આજે 1 લી જુલાઈએ GST દિવસ:નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સ્ટેટ જીએસટી વિભાગનાં નવા લોગોનું અનાવરણ
15 કલાક પહેલા
કેન્દ્ર સરકારની તિજોરી ફરી છલોછલ, જૂનમાં રૂપિયા 1.85 લાખ કરોડનું જીએસટી કલેક્શન
15 કલાક પહેલા
લો બોલો! રાજકોટમાં જમાદાર સોનાનો ઢાળિયો ‘ઓળવી’ ગયાની 27 વર્ષે ખબર પડી, વાંચો શું છે સમગ્ર મામલો
17 કલાક પહેલા
Categories

નેશનલ

2220 Posts

Related Posts

ચંદ્રતારા હાથીનું શું થશે ?? શું હવે બાંગ્લાદેશના હાથી પણ ભારતમાં ઘુસણખોરી કરશે ?? વાંચો વિશેષ અહેવાલ
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
ટીઆરપી અગ્નિકાંડ : સેશન્સ અદાલતમાં કેસે વેગ પકડ્યો, સ્પે પી.પી.તુષાર ગોકાણીએ ૫૦૦૦ પાનાના દસ્તાવેજી પુરાવા કર્યા રજૂ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
બપોરે 1:00 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય યુવક ગૌરવ જયસિંહનુ બહમાસમાં મૃત્યુ, હોટલની બાલ્કનીમાંથી કોઈએ ધક્કો માર્યાની શંકા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર