Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?

Mon, June 9 2025

રાજકોટ શહેરના વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નં.3માં રાહુલ મકાનમાં એકલા રહેતા આર્થિક રીતે સુખી સંપન્ન, લાખોનું સોનુ પહેરતા 70 વર્ષિય વૃધ્ધ બરકતભાઈ ગુલામહુશેન લાખાણી માટે તેમના સોનાનો શોખ મોતનું કારણ બની ગયો. આર્થિક બેહાલ બનેલા પ્રેમી સાથે મળી શાતીર દિમાગધારી પ્રેયસીએ પ્રેમીની આર્થિક ભીંસ દૂર કરવા માટે વૃધ્ધ જ સોફ્ટ ટાર્ગેટ હોવાથી પ્રેમી યુગલે મળીને બે દિવસ પૂર્વે શુક્રવારે દિનદહાડે પરિચિત વૃધ્ધના ઘરમાં ઘૂસી વૃધ્ધની હત્યા કરીને શરીરે પહેરેલા સાત લાખના ઘરેણાની લૂંટ ચલાવી હતી. પ્રેમી યુગલને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ હત્યામાં વપરાયેલા એક્ટિવા મળી 7.55 લાખનો પુરો મુદ્દામાલ કબજે કર્યો છે.

વૃધ્ધનો પુત્ર આફ્રિકાના મુમ્બાસા રહે છે, વૃધ્ધ અહીં એકલા રહેતા હતા. ગત ગુરૂવારે પિતા સાંજે ફોન રિસીવ કરતા ન હોવાથી પુત્ર ઈકબાલે રાજકોટમાં અન્ય પરિવારજનોને ઘરે તપાસ કરવા કહ્યું અને વૃધ્ધ બરકતભાઈની ઘરમાં લોહીથી લથબથ લાશ પડી હતી. હાથમાં આઠેય આંગળામાં પહેરેલી સોનાની વીંટીઓ, લક્કી, ઘડિયાળ, ગળામાં પહેરેલો સોનાનો ચોઈન ગાયબ હતા. ગળા અને પેટ, વાસાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન તથા લાખોના ઘરેણા ગાયબ હોવાથી પોલીસને લૂંટના ઈરાદે જ હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું અને એ થિયરી પર તપાસ આરંભાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ચેક કરાતા બપોરના સવા ત્રણ વાગ્યા બાદ એક્ટિવામાં એક યુવક-યુવતી વૃધ્ધના ઘરમાં ગયા હતા અને એકાદ કલાક બાદ 4.30 વાગ્યાના અરસામાં બન્ને બહાર નીકળીને એક્ટિવા પર નાસી છૂટ્યા હતા.

cctv, અન્ય માહિતી આધારે પોલીસે બન્નેને દબોચી 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સીસીટીવી અને અન્ય માહિતી સાથે અલગ-અલગ વિસ્તારના કેમેરા ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા. કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર બ્લોક નં.333માં રહેતી સ્નેહલ પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.22)ને ઉઠાવી લીધી હતી અને તેની પૂછતાછ બાદ સ્નેહલના પ્રેમી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામના વતની અને હાલ રાજકોટમાં ધરમ સિનેમા સામે કારડીયા રાજપૂત છાત્રાલયમાં રહેતા કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22)ને ઝડપી લેવાયો હતો. આરોપી પ્રેમી યુગલના કબજામાંથી સોનાનો ચેઈન, લક્કી, છ વીંટી, ચાર ઘડિયાળ તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું જી.જે.3-એમ.જે.9694 નંબરનું એક્ટિવા બન્નેના મોબાઈલ ફોન મળી 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બરકતભાઈ સાથે મોબાઈલ ફોનમાં થયેલી વાતચીત મેસેજના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે.

બન્નેે પાંચ માસથી સંપર્કમાં આવ્યા, કેવી રીતે ઘડાયો ઘાતકી પ્લાન ?

પ્રેમી યુગલે આપેલા ઘાતકી અંજામની પોલીસના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ કિશન અને સ્નેહલ બન્ને ફ્લિપકાર્ડમાં ડીલેવરી બોય તથા ગર્લ તરીકે સાથે નોકરી કરતા હતા અને એકબીજાના સંપર્કમાં આવતા પ્રેમ પાંગર્યો હતો. કિશનની નોકરી છૂટી ગઈ હતી અને બેકાર જેવો બની ગયો હતો. પ્રેમી આર્થિક ભીંસમાં આવતા અને પોતાને પણ નાણાંની જરૂરિયાત હોય પ્રેમી માટે શાતીર દિમાગવાળી સ્નેહલે ઘાતકી પ્લાન બનાવ્યો હતો. સ્નેહલ એક વર્ષ પૂર્વે HDFC બેન્કમાં ગોલ્ડ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી ત્યારે એ સમયે બેન્ક કામને લઈને બરકતભાઈના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે વર્ષ દરમિયાન સમયાંતરે કોન્ટેક્ટ રહેતા હતા. બેન્કના કે કોઈ કામે સ્નેહલ બરકતભાઈના ઘરે પણ ગઈ હતી ત્યારે તેનો ખ્યાલ હતો કે વૃધ્ધ બરકતભાઈ એકલા રહે છે અને લાખોનું સોનુ પહેરે છે જેથી બરકતભાઈને ટાર્ગેટ કરી લૂંટ ચલાવી શકાય. વાત પ્રેમીને કરી હતી. બન્ને તૈયાર થયા હતા. ગુરૂવારે ઘાતકી હત્યા-લૂંટને અંજામ આપ્યા પૂર્વે પ્રેમી યુગલે ત્રણ દિવસ પૂર્વે રેકી કરી હતી અને બરકતભાઈ સુધી પહોંચ્યા હતા. તે દિવસે ચાન્સ ન મળતા ફરી બરકતભાઈનો કોન્ટેક્ટ કરી ગુરૂવારે બપોરે ઘરે પહોંચ્યા હતા.

કિશને બરકતભાઈ સાથે સિગારેટ પીધી અને પછી ગળા પર ફેરવી દીધી છરી

હત્યા અને લૂંટના ઈરાદે જ ઘરમાં ઘૂસેલા પ્રેમી યુગલ કિશન અને સ્નેહલ બન્ને હોલમાં બરકતભાઈ સાથે બેઠા હતા. સ્નેહલે વાતોએ ચડાવ્યા. બરકતભાઈ અને કિશન બન્નેએ સાથે સિગારેટ પીધી હતી. વૃધ્ધને પાણી લેવાનું કહ્યું. તેઓ પાણી લેવા જવા ઉભા થયા આગળ વધ્યાની સાથે જ કિશન ઉભો થયો હતો અને બરકતભાઈને ધ્યાન ન પડે કે કંઈ સમજે એ પહેલાં જ ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. શારીરિક સશક્ત બરકતભાઈએ હુમલો થતાં જ કિશનને અટકાવી તેના હાથમાંથી છરી આંચકી લીધી હતી. કિશન સાથે ઝપાઝપી કરી હતી. પ્રેમી પાછળ પાગલ સ્નેહલે છરી આંચકી લીધી હતી અને સ્નેહલે પેટ અને વાસાના ભાગે બરકતભાઈને ઘા ઝીંકી દેતા તેઓ ફસડાઈ પડ્યા હતા. બરકતભાઈના હાથ, ગળામાંથી સોનાના ઘરેણા ઉતારી બન્ને નાસી છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી બી.બી. બસીયાની રાહબરી હેઠળ પુરી ટીમે જહેમત ઉઠાવી કલાકોની અંદર જ હત્યા, લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

સ્નેહલ સિવિલ એન્જિનિયર અને પ્રેમી કિશન માત્ર આઠ પાસ

ઘાતકી હત્યા, લૂંટ કરનાર પ્રેમી યુગલમાં સ્નેહલ અને કિશન બન્નેમાં સ્નેહલ સિવિલ એન્જિનિયર જ્યારે કિશન આઠ પાસ છે. બન્ને ફ્લિપકાર્ટમાં પાંચ માસ પૂર્વે સંપર્કમાં આવ્યા હતા અને પ્રેયસી એવી તો આંધળી બની કે પ્રેમીની આર્થિક ભીંસ હળવી કરવા તેના જ અગાઉથી પરિચિત એવા એકલા રહેતા 70 વર્ષિય વૃધ્ધની હત્યા કરી નાખી. આરોપી સ્નેહલના પરિવારની આર્થિક સ્થિતિ પણ સાવ મધ્યમ જેવી છે. તેના પિતા બે શીફ્ટમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે. સ્નેહલે વધુ અભ્યાસ કર્યો હોવાથી પરિવારને આશા હતી કે પુત્રી ઘર ઉજારશે એના બદલે એવું કૃત્યુ કર્યું કે ઘરના પણ શર્મથી ઝૂંકી ગયા.

બન્નેએ કપડાં બદલ્યા, એક્ટિવાની નંબર પ્લેટ વાળતા પોલીસનો શક દૃઢ બન્યો’તો

હત્યા કરી લૂંટ ચલાવવાના ખૌફનાક ઈરાદે જ ઘરમાં ઘૂસેલા પ્રેમી યુગલ સ્નેહલ અને કિશન બન્નેએ બરકતભાઈની હત્યા કર્યા બાદ ઘરમાં જ કપડાં બદલાવી નાખ્યા હતા. બાથરૂમમાં લોહી સાફ કર્યું અને બાથરૂમ સાવ ક્લિન કરી નાખ્યું હતું. પકડાય કે ઓળખાય નહીં એ માટે એક્ટિવાની નંબર પ્લેટ વાળી નાખી હતી જેથી નંબર પરથી પણ ખ્યાલ ન આવે. બન્ને એક-એક જોડી કપડાં પણ સાથે લઈ ગયા હતા. કિશન બેકાર જેવો છે. હત્યામાં વપરાયેલું એક્ટિવા પણ તેની પ્રેયસી સ્નેહલનું છે. કપડાં બદલ્યા અને નંબર પ્લેટ વાળી હોવાથી પોલીસની શંકા દૃઢ બની હતી. ચતુરાઈ કરવા ગયા પણ પોલીસથી બચી શક્યા નહીં.

આ પણ વાંચો : રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું

આવી ક્રુરતા આચર્યા બાદ પણ યુવતીને તો જાણે કોઈ રંજ નથી

આર્થિક રીતે નબળા પરિવારની યુવતી સ્નેહલ પરિવારને મદદરૂપ થવા માટે નોકરીએ લાગી હતી. પરિવારને પણ ક્યા ખ્યાલ હશે કે નોકરીના નાટક કરનારી પુત્રી આવી શાતીર નીકળશે. પોલીસના સૂત્રોના કહેવા મુજબ યુવતીના પરિવારજનો પિતા સહિતના સાવ સરળ સીધા છે. પિતા તો બે-બે સ્થળે ખાનગી નોકરી કરે છે. યુવતીના શોખ, ઠાઠમાઠ સુખી પરિવારની યુવતી જેવા થવા લાગ્યા હતા. આર્થિક જરૂરિયાતના કારણે યુવતીએ પ્રેમી સાથે મળી હત્યાને ક્રુર અંજામ આપ્યો. પોલીસ કસ્ટડીમાં પણ યુવતીને જાણે કોઈ રંજ ન હોય તેવું વલણ હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી

Next

રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
13 મિનિટutes પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
38 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
1 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટ સિવિલમાં વધુ બે ચાંદીપુરાના શંકાસ્પદ બાળકોને કરાયા દાખલ
ગુજરાત
10 મહિના પહેલા
અમરેલીના બહુચર્ચિત લેટરકાંડનો મામલો : પાટીદાર યુવતી પાયલ ગોટીના જામીન કોર્ટે કર્યા મંજૂર
Breaking
5 મહિના પહેલા
મવડીમાં કારખાનેદારની પત્નીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટમાં રવિન્દ્ર જાડેજા સામે ઋષભ પંત સહિત દિલ્હી ટીમનું સરેન્ડર : રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો 10 વિકેટે શાનદાર વિજય
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર