ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનના ગાભા ચિંથરા કાઢી નાખ્યા : 9 વિમાનો, 30 મિસાઈલ અને ડ્રોનનો ખાત્મો
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે કરેલા ઓપરેશન સિંદૂરમાં નવ આતંકવાદી અડ્ડાઓ અને 28 લશ્કરી થાણાઓ જ નહીં પણ ભારતે પાકિસ્તાનનાલડાકુ વિમાનો, એલ ડિફેન્સ સિસ્ટમ તેમજ મિસાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ અને ચીન ઉત્પાદિત સંખ્યાબંધ ડ્રોનનો પણ નાશ કર્યો હતો. આ નુકસાનને કારણે પાકિસ્તાનની હવાઈ ક્ષમતા ને ગંભીર ફટકો પહોંચ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નિષ્ણાતો દ્વારા ઓપરેશનલ ડેટા નું વિશ્લેષણ ચાલી રહ્યું છે. તેમાંપાકિસ્તાનને ધાર્યા કરતા પણ અનેક ગણું નુકસાન થયું હોવાના તથ્યો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાર દિવસના સંઘર્ષમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના છ ફાઈટર જેટનો નાશ કર્યોં હતો. એ ઉપરાંત બે અતિ કિંમતી સર્વેન્સ પ્લેન, એક સી-130 ટ્રાન્સપોર્ટ વિમાન, 30થી વધુ મિસાઇલો અને અનેક ડ્રોનનો ભારતે કડૂસલો બોલાવી દીધો હતો તેમ ઓપરેશનમાં સામેલ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશનલ ડેટાનું ટેકનિકલ વિશ્લેષણ પાકિસ્તાન વાયુસેનાના છ ફાઇટર વિમાનો હવાઈ યુદ્ધ દરમિયાન નાશ પામ્યાની પુષ્ટિ કરે છે. ઉપરાંત એક ઇલેક્ટ્રોનિક વોરફેર અથવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ માટેના પ્લેટફોર્મને પણ નષ્ટ કરવામાં આવ્યું હતું.
જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ રાફેલ અથવા સુ-30 ફાઇટર જેટ દ્વારા હેંગર પર કરવામાં આવેલા એક સંકલિત હુમલામાં, ચીની મૂળના વિંગ લૂંગ ડ્રોનનો નોંધપાત્ર સંખ્યામાં નાશ થયો હતો. સંઘર્ષ દરમિયાન ભારતીય હવાઈ સંરક્ષણ સિસ્ટમ દ્વારા 10થી વધુ યુદ્ધ ડ્રોન પણ નાશ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન દ્વારા અનેક ભારતીય એરબેઝ પર છોડવામાં આવેલી એર- અને ગ્રાઉન્ડ-લોન્ચ્ડ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોને સફળતાપૂર્વક અંતરી નિષ્ક્રિય બનાવી દીધી હતી.ભારતીય વાયુસેના હજુ પણ ઓપરેશન દરમિયાન એકત્રિત કરવામાં આવેલા વિશાળ ડેટાનું વિશ્લેષણ કરી રહી છે.
ભારતે 300 કિલોમીટરના અંતરેથી સફળતાપૂર્વક નિશાન પર પડ્યા
ભારતે લગભગ 300 કિલોમીટરના અંતરે સુદર્શન મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને લાંબા અંતરના ચોકસાઈના હુમલાઓ વડે નિશાન પાર પાડ્યા હતા. સ્વીડિશ મૂળનું બીજું એરબોર્ન અર્લી વોર્નિંગ વિમાન ભોલારી એરબેઝ પર એર-ટુ-સરફેસ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરીને નાશ કરવામાં આવ્યું હતું. ગુપ્તચર માહિતી અનુસાર, તે સમયે હેંગરમાં ફાઇટર જેટ પણ હાજર હતા પરંતુ પાકિસ્તાને હજુ સુધી કાટમાળ દૂર ન કર્યો હોવાથી આ નુકસાનની ગણતરી કરવામાં આવી નથી.ભારતીય દળોએ મુખ્યત્વે એર-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ પાકિસ્તાની બેઝ પર હુમલો કરવા માટે કર્યો અને આ ઓપરેશન દરમિયાન સરફેસ-લોન્ચ્ડ બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કર્યો ન હતો એમ સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું.
