કાશ્મીરનું પહલગામ બોલીવુડની પહેલી પસંદગી : જ્યાં ગોળીબાર થયો ત્યાં થઈ ચૂક્યું છે આ 9 ફિલ્મોનું શૂટિંગ
ભારતના મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખાતા પહલગામના મનોહર વિસ્તારમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે અને તે જ જગ્યાએ આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પહેલા તેમને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું, પછી તેમને કલમાનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું. જેઓ વાંચી શકતા ન હતા તેમને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. હવે, જ્યાં આ બર્બરતા થઈ હતી, ત્યાં ઘણી મોટી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું હતું. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન અને સની દેઓલ સુધી, તેમની ફિલ્મોના ઘણા દ્રશ્યો અહીં શૂટ થયા છે.
જબ તક હૈ જાન

શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના ઘણા સીન પહેલગામમાં શૂટ કરવામાં આવ્યા છે. અહીંના સુંદર સ્થળો બોલિવૂડ ફિલ્મોમાં ઘણી વખત બતાવવામાં આવ્યા છે. કિંગ ખાન પોતે આ જગ્યાએ જોવા મળ્યા છે
બજરંગી ભાઈજાન

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં બતાવવામાં આવેલી પૃષ્ઠભૂમિ પીઓકેની હતી. તેને વાસ્તવિક સ્પર્શ આપવા માટે, ઘણા દ્રશ્યો કાશ્મીર અને તેના વિસ્તાર પહેલગામમાં શૂટ કરવામાં આવ્યા હતા.
રાઝી

અહેવાલ છે કે પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ દર્શાવવા માટે કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આ ફિલ્મના ઘણા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
હૈદર

હૈદર શાહિદ કપૂરની ફિલ્મ ‘હૈદર’ આતંકવાદીઓ પ્રત્યેનો તેમનો નરમ ખૂણો દર્શાવે છે. તેના ઘણા દ્રશ્યો કાશ્મીર ખીણ અને પહેલગામમાં શૂટ કરવામાં આવ્યા હતા.
હાઇ-વે

આલિયા ભટ્ટ અને રણદીપ હુડા અભિનીત ફિલ્મ હાઈવેનો ક્લાઈમેક્સ પહેલગામમાં ફિલ્માવવામાં આવશે તેવું જાહેર થયું હતું.
લૈલા મજનૂ

2018માં રિલીઝ થયેલી તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘લૈલા મજનૂ’નું શૂટિંગ પહેલગામના સુંદર વિસ્તારમાં થયું હતું. આ ફિલ્મ સપ્ટેમ્બર 2024 માં ફરીથી રિલીઝ થઈ.
યે જવાની હૈ દિવાની

રણબીર કપૂરની ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’માં કાશ્મીરના સ્થળોને મનાલી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
બેતાબ

બેતાબ અમૃતા સિહ અને સની દેઓલની પહેલી ફિલ્મ બેતાબનું શૂટિંગ પહેલગામમાં થયું હતું. આ ફિલ્મમાં જોવા મળતા સુંદર સ્થળો પહેલગામનો જ વિસ્તાર છે.
કશ્મીર કી કલી

શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરની સુપરહિટ ફિલ્મ કશ્મીર કી કલીનું શૂટિંગ પહેલગામમાં થયું હતું. આ ફિલ્મના ગીતમાં કાશ્મીરની સુંદરતા જોઈ શકાય છે.