Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં 2 કલાકમાં 60.83 લાખના હિરાની ચોરી, પોલીસે ભર્યા આ પગલાં…

Sat, April 12 2025

  • રાજકોટમાં કોઠારિયા રિંગરોડ પરના હિરાના કારખાનામાં રાત્રે 2 વાગ્યા બાદ આવેલા તસ્કરે ચોરી કરીને વ્હેલી સવારે હાઈ-વેનો માર્ગ પકડી લીધો
  • પોલીસ દ્વારા કારખાનામાં કામ કરનારા કર્મચારીઓ ઉપરાંત પૂર્વ કર્મચારીઓ અને કારખાના સાથે સંકળાયેલા વ્યક્તિઓના નામો મેળવી પૂછતાછ આરંભાઈ
  • જે રસ્તે ભાગ્યો ત્યાંના સીસીટીવીનો સહારો લેતી પોલીસ

રાજકોટમાં તસ્કરોની રંજાડમાં બેહદ વધારો થઈ ગયો છે. દરરોજ નાની-નાની ચોરીઓ એટલી થઈ રહી છે જેની કદાચ પોલીસ ચોપડે નોંધ નહીં થતી હોય પરંતુ પોલીસ ચોપડે જેની નોંધ થાય છે તેનો ગ્રાફ પણ ઘણો ચિંતાજનક છે. આવી જ એક મોટી ચોરી કોઠારિયા રિંગરોડ પર હિરાના કારખાનામાં થઈ હતી જ્યાં તસ્કરે બે કલાકની અંદર 60.87 લાખના હિરાની ચોરીને અંજામ આપી હાઈ-વે તરફનો માર્ગ પકડી લેતાં તેને ઝડપથી પકડવા માટે ભક્તિનગર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતને દોડધામ કરી હતી.

કોઠારિયા રિંગરોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટી તરીકે ઓળખાતી સોસાયટીમાં ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડિયાર ડાયમંડ નામે હિરાનું કારખાનું ચલાવતાં વિપુલ વિરજીભાઈ ગોંડલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનું કારખાનું સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલે છે. અહીં 44 કારીગરો પોલિશકામ કરે છે જે બધા જ ગુજરાતી છે.

આ કારખાનામાં મહેન્દ્ર ડાયમંડ નામની આંગડિયા પેઢી મારફતે સુરતથી દરરોજ હિરા પાલિશ કરવા માટે કરવા માટે આવે છે અને સાંજે 7ઃ30 વાગ્યે પાલિશ થઈ ગયેલા હિરા સુરત મોકલી દેવામાં આવે છે. સુરત જે હિરા તૈયાર કરી મોકલવામાં આવે તેને ઘસવામાં નાની-મોટી ભૂલ રહી ગઈ હોય તો તે હિરા ફરી રિપેર કરી પરત મોકલવાના હોય છે. દરરોજ કેટલા હિરા આવ્યા અને કેટલા ગયા તેનું કાચું લખાણ વિપુલ એક બુકમાં હાથથી લખે છે.

દરમિયાન 10 એપ્રિલે સવારે સાત વાગ્યે કારખાનું ખોલ્યા બાદ દરરોજની જેમ સી.વી.ઈમ્પેક્ટ નામની પેઢી જે ચંદુભાઈ ડુંગરાણીની પેઢી છે ત્યાંથી આંગડિયામાં કાચા હિરા આવ્યા હતા જેને પાલિશ કામ ચાલું હતું. સાંજે સાત વાગ્યે તમામ કારીગરો કામ પૂરું કરી કારખાનેથી જતા રહ્યા હતા. જ્યારે આઠેક વાગ્યે વિપુલ સહિતના પણ કારખાનું બંધ કરી ઘેર ચાલ્યા ગયા હતા.

શુક્રવારે સવારે છ વાગ્યે વિપુલ કારખાને આવ્યો ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. આ પછી અંદર જઈને જોતાં લોખંડની તીજોરી પણ તોડી નાખી તેમાં રહેલા 60,63,650ની કિંમતના 11655 હિરાની ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

તસ્કર ડીવીઆર પણ સાથે લઈ ગયો…!

વિપુલે ફરિયાદમાં જણાવ્યું કે તેના કારખાનામાં સીસીટીવી ફિટ કરેલા છે પરંતુ તસ્કરે સૌથી પહેલાં તેનું ડીવીઆર ચોરી કરી લીધું હતું. જ્યારે બાજુના કારખાનાના કેમેરા જોતાં તેમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ મોડીરાત્રે 2ઃ15 વાગ્યે કારખાનામાં ઘૂસે છે અને 4ઃ15 વાગ્યે કારખાનામાંથી બહાર નીકળી રહ્યો છે. બહાર નીકળ્યા બાદ તે હાઈ-વે તરફ જઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

કામ વગર બહાર ન નીકળતાં ! આ તારીખથી પડશે ભયંકર ગરમી, હવામાન વિભાગની આગાહી

Next

રાજકોટ કલેક્ટર એરપોર્ટ પર CMના આગમનમાં હતા’ને કલેકટર કચેરીને મળ્યો ધમકીભર્યો મેઈલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
14 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
15 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
15 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

કોટડા સાંગાણીમાં પોલીસ ત્રાસને લીધે એક વ્યક્તિના થયેલા મોત અંગે વશરામભાઈ સાગઠીયા એ શું કહ્યું જુઓ વિડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
Pearl Harbor attack : રશિયા પરના યુક્રેનના હુમલાને શા માટે કહેવાય છે પર્લ હાર્બર મોમેન્ટ? જાણો ઇતિહાસ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
બંધારણની 75 મી વર્ષગાંઠ નિમિત્તે આજે બંધારણ દિવસની ઉજવણી, સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ સંબોધશે
Breaking
1 વર્ષ પહેલા
શા માટે સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી? જાણો શું છે EDનો કેસ,પૂર્વ ક્રિકેટરો પર શું છે આરોપ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર