Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટથી શેરબજારમાં ‘બ્લડબાથ’ :  સેન્સેકસમાં 3100 અને નિફ્ટીમાં 1000 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને કરોડોનું નુકસાન

Mon, April 7 2025



યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આડઅસરોમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બજારોમાં ભારે ઘટાડા બાદ, અઠવાડિયાના પહેલા દિવસે જ એશિયન બજારોમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો પર પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે. આજ કારણોસર સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. આજે સવાર રોકાણકારો માટે ખરાબ સમાચાર લઈને આવી. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 20.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

શેરબજારમાં ભૂકંપ

 વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં  પણ ઐતિહાસિક 1160.8 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયુ છે.

ટ્રમ્પના ટેરિફ પ્રત્યે કડક વલણની વૈશ્વિક શેરબજાર પર અસર

ટ્રમ્પ સરકારે 180થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. બીડીઓ ઇન્ડિયાના એફએસ ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીસના પાર્ટનર અને લીડર મનોજ પુરોહિતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં, બજારના સહભાગીઓ યુએસ ટેરિફની લાંબા ગાળાની અસર અને આ અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક પર નજર રાખશે.

4 એપ્રિલે પણ બજાર ભારે ઘટાડા સાથે થયું હતું બંધ

શુક્રવારે (4 એપ્રિલ) ના રોજ, વૈશ્વિક વેપાર યુદ્ધની વધતી જતી આશંકા વચ્ચે ભારતીય શેર સૂચકાંક સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઘટીને 76,૦૦૦ ના સ્તરથી નીચે આવી ગયો હતો. 30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 930.67 પોઈન્ટ અથવા ટકા 1.22 નીચા સ્તરે પહોંચ્યો હતો. તેવી જ રીતે, NSE નિફ્ટી 345.65 પોઈન્ટ અથવા 1.49 ટકા ઘટીને 22,904.45 પર બંધ થયો. દિવસ દરમિયાન, 50 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 382.2 પોઈન્ટ અથવા 1.64 ટકા ઘટીને 22,867.90 પર બંધ થયો.

Share Article

Other Articles

Previous

લો બોલો !! ડિગ્રી વગરના ડોક્ટરે 15 લોકોના કર્યા ઓપરેશન, 7 દર્દીના મોત, પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને મૃતદેહ સોંપ્યા

Next

PM Modi In Sri Lanka : PM મોદીની અપીલ બાદ શ્રીલંકાએ 14 ભારતીય માછીમારોને કર્યા મુક્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
6 કલાક પહેલા
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
6 કલાક પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
7 કલાક પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ : આંકડો 10એ પહોંચ્યો
ગુજરાત
2 વર્ષ પહેલા
વાટાઘાટો નહીં જ કરીએ, થાય તે કરી લ્યો: ઈરાનનો અમેરિકાને સીધી પડકાર
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
આવતીકાલના મતદાન માટે તૈયારી શરૂ: જુદા જુદા મતદાન મથકો માટે EVM રવાના
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની
ગુજરાત
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર