ટ્રમ્પની ચાલ : ભારત સાથે દોસ્તી ભી…ટેરિફ ભી… !! 27 % ટેરિફની કરી જાહેરાત, ભારતના આ ક્ષેત્રોને થશે અસર
અમેરિકાએ ભારત ઉપર 26 નહી પણ 27 ટકા ટેરીફ લગાવ્યો હોવાની વાત બહાર આવી છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં આ વાતની પુષ્ટિ થઇ છે. ટ્રમ્પે જયારે ટેરીફની જાહેરાત કરી ત્યારે 26 ટકાનો ઉલ્લેખ હતો પરંતુ વહીવટી તંત્રએ જયારે સત્તાવાર આદેશ બહાર પડ્યો ત્યારે ભારત ઉપર 27 ટકા ટેરીફનો ઉલ્લેખ કરાયો છે. ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, મ્યાનમાર અને દક્ષિણ આફ્રિકા સહિતના 11 દેશો ઉપરના ટેરીફની જાહેરાત જુદી છે અને સત્તાવાર આદેશ જુદો છે.
અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જો કે, બાદમાં તેમાં સુધારો કરી 27 ટકા કર્યો હતો. હવે ફરી એકવાર તેમાં સુધારો કર્યો છએ. શુક્રવારે વ્હાઈટ હાઉસ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ પરથી ખાતરી થઈ છે કે, ટ્રમ્પ સરકારે રેસિપ્રોકલ ટેરિફમાં ભારત સહિત ઓછામાં ઓછા 14 દેશો માટે સંશોધન કર્યું છે. નવા ડોક્યુમેન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે, ટેરિફ સંશોધિત કરી 26 ટકા નિર્ધારિત કર્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ મુક્તિ દિવસે ‘ તેમનો બહુ ચર્ચિત રેસીપ્રોકલ ટેરિફ પ્લાન જાહેર કર્યો હતો. તેમાં વિશ્વના તમામ દેશો પર 10% ન્યૂનતમ ટેરિફ સાથે ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ ટેરિફને કારણે ભારતના નિકાસ ક્ષેત્રને ગંભીર અસરો પડવાની સંભાવના છે. આ અગાઉ અમેરિકાનો ભારત પર સરેરાશ ટેરિફ દર 2.2% હતો અને હવે આ વધારાને કારણે સરેરાશ દર ઓછામાં ઓછો 28.2% થઈ જશે.
ઓટોમોબાઇલ્સ અને ઓટો પાર્ટ્સ ક્ષેત્રમાં તો ટેક્સ
51% ને આંબી જશે. જો કે અમેરિકાએ આ વધારામાંથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને બાકાત રાખતા મોટી રાહત મળી છે. નોંધનીય છે કે ભારતે વર્ષ 2023 24 માં અમેરિકામાં 12.70 અબજ ડોલરની કિંમતની દવાઓ અને જેનરીક દવાઓની નિકાસ કરી હતી. અમેરિકા ખાતેની ભારતની કુલ નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો 15.16 ટકા છે.
ટ્રમ્પે આ ઘોષણા કરતી વખતે કહ્યું કે મોદી મારા મહાન મિત્ર છે પણ ભારતની વ્યાપાર પદ્ધતિ અન્યાયી છે. અમેરિકાની ઘણી વસ્તુઓ પર તો ભારત 52 ટકા ટેક્સ લગાવે છે અને તેમ છતાં મેં ભારત પર 26 ટકાનો ડિસ્કાઉન્ટેડ લગાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ભારતે અમેરિકાની કેટલીક વસ્તુઓ પર ટેરીફમાં ઘટાડાની જાહેરાત કરવા સાથે જ બંને દેશો વચ્ચેની વેપાર ખાધ અડધો અડધ કરવાની તેમ જ 23 અબજ ડોલરની અમેરિકી આયતો પર ટેક્સ ઘટાડવાની તૈયારી દર્શાવી હતી અને તે અંગે વાટાઘાટો ચાલુ છે. તેમ છતાં જો કે ટ્રમ્પે ભારત પર 26% ટેરિફ લગાવી દીધો હતો.
મિત્ર દેશોમાં ભારત પર સૌથી વધુ ઊંચો ટેરિફ દર: કેનેડા અને મેક્સિકોને મુક્તિ આપી
અમેરિકાએ ચીન ઉપર 34% ટેરીટ લગાવ્યો છે. કેનેડા અને મેક્સિકો પર અગાઉ 25% ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પે એ બંને દેશોને રેસીપ્રોકલ ટેરિફમાંથીબાકાત રાખ્યા છે. મિત્ર રાષ્ટ્રોમાં યુકે પર માત્ર 10% ટેક્સ લગાવાયો છે. યુરોપિયન યુનિયન પર 20%,
જાપાન પર 24 ટકા, યુક્રેન પર 10 ટકા, સાઉથ કોરિયા પર 25% અને ઇઝરાયેલ પર 17% ટેરીફ લગાવાયો છે જે ભારતના 26% કરતાં ઓછા છે. ભારતના પાડોશી દેશોમાં સૌથી વધારે શ્રીલંકા અને મ્યાનમાર ઉપર 44% પાકિસ્તાન ઉપર 29% અને બાંગ્લાદેશ ઉપર 37% ટેરિફ ભારણ વધ્યું છે.
ભારતના આ ક્ષેત્રો પ્રભાવિત થશે
નવા ટેરિફ ને કારણે ભારતના નિકાસને વિપરીત અસર પડી શકે છે. ખાસ કરીને રત્ન અને આભૂષણ, ટેક્સટાઇલ અને ગારમેન્ટસ, સ્ટીલ અને કેમિકલ, ઓટોમોબાઇલ્સ અને ઓટો પાર્ટ્સ તેમ જ કૃષિ અને શ્રી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે વૈશ્વિક સ્પર્ધામાં ટકવાનો પડકાર ઊભો થશે. આ ઉત્પાદનોની કિંમતમાં અમેરિકી બજારમાં 26 થી 51% નો વધારો થશે.
