માંદગીની વાનગી !! રાજકોટમાં સંભાર- મંચુરિયન- પનીરનો 61 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો, મનપા ફૂડ વિભાગની કાર્યવાહી
રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે અને અહીના લોકોને પણ રંગીલા રાજકોટિયન્સ કહેવામાં આવે છે જે ખાવા-પીવામાં બધાને પાછળ મૂકી દે છે. ત્યારે ખાણી-પીણીના શોખીન લોકોના આરોગ્ય સાથે ચેડા તું નથી થઈ રહ્યા તે માટે રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મનપાની ફુડ શાખાનું મવડી- સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નીલકંઠ ઢોસામાંથી 33 કિલો તથા આસ્થા એન્ટરપ્રાઇઝમાંથી 28 કિલો અખાદ્ય ચીજ વસ્તુ ઝડપાય હતી.
મળતી વિગતો અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જાનકી એવન્યુ, શિવ દ્રષ્ટિ પાર્ક, મવડી 80 ફૂટ રોડ, રાજકોટ મુકામે આવેલ “નીલકંઠ ઢોસા” પેઢીની તપાસ કરતા સ્થળ પરથી વાસી સંભાર તથા મંચુરિયનનો કુલ મળી અંદાજીત 33 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો જે સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ન્યુ અંબિકા પાર્ક, સાધુ વાસવાણી રોડ પર આવેલી ” આસ્થા એન્ટરપ્રાઇઝ” પેઢીની તપાસ કરતા વાસી પનીર મળી આવતા અંદાજીત 28 કિ.ગ્રા. અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો જે સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. .
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી અને ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવો હતી .
