ઇન્સ્ટા પર ડમી એકાઉન્ટસ બનાવી મહિલાઓને ફસાવતો લફંગો પકડાયો : રાજકોટની પરિણીતાને મેસેજ કર્યોને રેકેટ બહાર આવ્યું
સોશિયલ મીડિયાનો બીનજરૂરી ઉપયોગ કે દુરૂપયોગ પરેશાની ગર્તામાં ધકેલી દેતા હોય છે અને લફંગાઓ માટે નાણાં પડાવવા કે મહિલાઓને ફસાવવાનો ધંધો બની જાય છે. જેતપુર સહિતના અન્ય શહેરો, વિસ્તારોની અનેક મહિલાઓને અન્યના નામે ઇન્સ્ટા આઈડી બનાવી ફસાવતા લફંગાને જેતપુર પોલીસે મહામહેનતે પકડી પાડયો છે. ઝડપાયેલા શખસે ઘણી સ્ત્રીને જાળમાં ફસાવી હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મહિલાને મેસેજ બાદ જેતપુરમાં બે પરિવાર વચ્ચે થયેલો ઝઘડો અને પોલીસ ફરિયાદ થતાં ત્રાહિત શખસ દ્વારા ચલાવાતા રેકેટનો પર્દાફાશ થયો છે.
પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રહેતા હાર્દિક ગોંડલિયાની પત્નીને અંકિત પટેલ નામના ઈન્સ્ટા આઈડીમાંથી મેસેજ આવતા હાર્દિકને જેના નામનું ઈન્સ્ટા આઈડી હતું તે જેતપુ જેતપુરના અંકિત જીતેન્દ્રભાઈ રાદડિયા સાથે ઝઘડો થયો હતો. અંકિતે મેસેજ ન કર્યાનું કહેવા છતાં હાર્દિક માન્યો ન હતો અને જેતપુરમાં સરદાર ચોક પાસે અંકિતને સાગરીતો સાથે મળીને હાર્દિક માર માર્યો હતો જે બાબતની અંકિતે જેતપુર સિટી પોલીસમાં કરિયાદ નોંધાવી હતી. આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જો કે જે ઈન્સ્ટા પરથી મેસેજ આવ્યો તે અંકિત પટેલના નામના ઈન્સ્ટા આઈડી જેમાં એક અન્ડરસ્કોડનો ફર્ક હતો જેથી પોલીસે અંક્તિનું કોઈએ તેના જેવું જ ડમી એકાઉન્ટ બનાવ્યું હોય સાયબર પોલીસ ટેકનીકલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો. કરિયાદી અંક્તિના જ મળતા એકાઉન્ટ જેવું ડમી એકાઉન્ટ બનાવનાર શખસની શોધખોળ આદરી હતી. ઈન્સ્ટાગ્રામના સર્વર પરથી માહિતી મેળવાઈ હતી જેના પરથી અંક્તિનો ડમી ઈન્સટાધારક ગઢડા તાલુકાના અડતાળા ગામનો શખસ પરેશ બાબુભાઈ પરમાર હોવાનું જાણવા મળતા જેતપુર પોલીસે પરેશની ધરપકડ કરી હતી.
આરોપી પરેશ પાસેથી કબજે થયેલા મોબાઈલ ફોનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પોલીસે ચકાસણી કરતા પરેશ રાજકોટની મહિલા ઉપરાંત અન્ય ઘણી મહિલાઓ-યુવતીઓને મેસેજ કર્યા, જેની સાથે સંપર્ક થયા તેની સાથે ચેટ કર્યા, અંગત વીડિયો મોકલ્પા, જાળમાં ઠસાવી હતી. આરોપી પરેશે અંકિતના એકાઉન્ટમાંથી જ તેનો ફોટો ઉઠાવી પોતાના ડમી એકાઉન્ટમાં રાખી પોતાની ઓળખ અંકિત પટેલ તરીકે આપતો હતો અને મહિલાઓને ફસાવતો હતો. ડમી ઈન્સ્ટા થકી નાણાંની જરૂરિયાત છે
આવી રિકવેસ્ટ મૂકી ડિમાન્ડ કરી નાણાં પણ ખંખેરતો હોવાની પોલીસને માહિતી મળી છે. અંકિત પટેલના નામે ઘણી મહિલાને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા, મહિલા સાથેના વીડિયો કોલ દરમિયાનના સ્ક્રીન રેકોર્ડિંગ પણ પોલીસને હાથ લાગ્યા છે. અન્ય વ્યક્તિઓના ડમી ઈન્સ્ટા આઈ.ડી. પણ પોલીસને મળ્યા છે તેમાં પણ લફંગાએ આવા કૃત્યો કોની કોની સાથે કર્યા છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. પીઆઈ એ.ડી. પરમાર, એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, રવજીભાઈ, ધવલભાઈ ગાજીપરા, સી.ટી. વસોયા, શક્તિસિંહ ઝાલા, ભરત ગમારા તથા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ જે.વાય. ચૌહાણ અને તેમના સ્ટાફે લફંગાને પકડી રેકેટનો પર્દાફશ કર્યો છે.
પોલીસ રિકવરી એજન્ટ બની આરોપીની રેકી કરવી પડી
ઈન્સ્ટા આઈડીનો દુરૂપયોગ કરનાર પરેશ પરમારના મોબાઈલ નંબર મળ્યો ન હતો. જો પરેશ પોલીસ શોધે છે એવો ખ્યાલ પડે તો નાસી છૂટે માટે પોલીસે આરોપીની રેકી કરવા પકડવા માટે લોન રિકવરી એજન્ટ બનવું પડયું હતું અને આરોપીના ઘરે જઈને માહિતી મેળવી ઝડપ્યો હતો.
ડમી એકાઉન્ટના ફોલોઅર્સ વધારવા નાણાં પણ આપતો
અંકિત પટેલનું નકલી ડમી ઇન્સ્ટા એકાઉન્ટ બનાવનાર પરેશ પોતાના ડમી એકાઉન્ટમાં ફોલોઅર્સ વધારવા માટે ૨૦ રૂપિયા આપીને ફોલોઅર્સ વધારતો હતો. અસલ એકાઉન્ટધારક અંકિતના એકાઉન્ટ પર ધ્યાન રાખતો હતો. ટ્રાવેલિંગ, ઘર, ધંધા, પરિવારની વિગતો એકઠી કરી પોતાના એકાઉન્ટમાં અપલોડ કરતો હતો જેથી અસલ એકાઉન્ટ લાગે. છેલ્લા પાંચ માસથી અંકિતના નામે બધાને ફસાવતો હતો.
ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઇને આવી બદમાશી શીખ્યો, ચહેરો છૂપાવતો…
આરોપી પરેશ પરમારને આવો આઈડિયા ઈન્સ્ટા રીલ જોઈને આવ્યો અને ગૂગલમાં સર્ચ કરીને શીખ્યો હતો. ઓળખાઈ ન જાય તે માટે આરોપી પોતાના હાથ પર ત્રોફાવેલું ટેટૂ જ બતાવતો હતો. ચહેરો છૂપાવીને રાખતો હતો.
