દિલ્હી વિધાનસભા સંકુલમાં આપના ધારાસભ્યોનાં પ્રવેશ પર પ્રતિબંધ : આતિશીએ કહ્યું, ભાજપે તાનાશાહીની હદ કરી નાખી
દિલ્હી વિધાનસભા સત્રનો ગુરુવારે ત્રીજો દિવસ હતો. આ દરમિયાન વિપક્ષી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા હતા.
સત્રના બીજા દિવસે જ આપના 21 ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તેમના પરિસરમાં પણ આવવા પર રોક લગાવી દેવાઈ છે. આને લઈને નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર નિશાન સાધ્યું હતું. આતિશી ધરણાં પર પણ બેસી ગયા હતા.
આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે આપ ધારાસભ્યોએ ‘જય ભીમ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેથી તેમને સત્રથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘ભાજપ વાળાએ સરકારમાં આવતાં જ તાનાશાહીની હદો પાર કરી દીધી.