રાજકોટ : ચોકલેટની લાલચ આપી બાળકીનો દેહ પીંખનાર નરાધમને 20 વર્ષની સજા
રાજકોટ શહેરના ભાગોળે આવેલા શાપર વેરાવળ ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પાડોશમાં રહેતા શખસે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં ગોંડલ સેશન્સ કોર્ટે આરોપી રોહિત વાઘેલાને 20 વર્ષની સજા ફટકારી છે.
આ કેસની હક્કીત મુજબ, ભોગબનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાણવાયું હતું કે, તેમની 12 વર્ષની દીકરીને વેફર ખાવી હોય જેથી તેને 5 રુપિયા આપ્યા હતા.દીકરી પરત ફરતા તેના હાથમાં મોંઘી ચોકલેટ હોય જેથી આ ચોકલેટ વિશે પૂછતાં ભોગબનનારે જણાવેલ કે આ ચોકલેટ રોહિતે આપેલ છે. અને આગાઉ પણ તેણીને રોહિતે પોતાના ઘરે બોલાવી બે વાર શરીર સબંધ બાંધ્યો હતો.દીકરીની આ વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

કેસ ચાલવા પર આવતા સરકારી વકીલે કરેલી ધારદાર દલીલો તેમજ ભોગબનનાર અને તેના માતા-પિતાએ આપેલા નિવેદનના આધારે ગોંડલ સેશન્સ કર્તના ન્યાયાધીશ એમ.એ.ભટ્ટીએ આરોપી રોહિત મનીષભાઈ વાઘેલાને 20 વર્ષની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ઘનશ્યામ.કે.ડોબરીયા રોકાયેલા હતા.