એરપોર્ટનાં નવા ટર્મિનલ પર પ્રથમ દિવસમાં 3569 પેસેન્જર્સનું આવાગમન
આખો દિવસ આવેલી બધી જ ફલાઈટના પેસેન્જરોનું કરાયું સન્માન: આખી બિલ્ડીંગને રોશનીની સજાવટ
રાજકોટ હીરાસર ખાતેના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આકાર લીધેલા નવા ટર્મિનલનું રવિવારે લોકાર્પણ થતાં પ્રથમ દિવસે 3,569 નવા ટર્મિનલ પર આવાગમન કર્યું હતું.

રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સાદાઇપૂર્વક યોજાયેલા નવા ટર્મિનલના લોકાર્પણ એક દિવસ દરમિયાન આવેલી તમામ 11 ફલાઈટનનાં પેસેન્જરોનું રાસ ગરબાની રમઝટ અને ફૂલ સાથે સ્વાગત કર્યું હતું.
ટર્મિનલના ઉદ્ઘાટનના પ્રથમ દિવસે 1799 પેસેન્જરોનું આગમન થયું હતું અને રાજકોટથી 1770 પેસેન્જરોએ નવાં ટર્મિનલ પરથી ઉડાન ભરી હતી.આ બધા જ લોકોનું ઓથીરિટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.એરપોર્ટ અને ટર્મિનલ બિલ્ડીંગને રોશનીની સજાવટ કરવામાં આવી હતી.આખા બિલ્ડીંગને સુંદર સજાવટ કરાઈ હતી.