Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવા મમતાની માંગણી

Thu, February 6 2025

બોમ્બેનું મુંબઈ અને ઓરિસ્સાનું ઓડીસા થઇ શકતું હોય તો બંગાળનું કેમ નહી

પશ્ચિમ બંગાળના સ્પેલિંગમાં ડબલ્યુ આવતો હોવાથી ઘણી વખત અન્યાય થાય છે તેવો વિચિત્ર તર્ક પણ રજૂ કર્યો

બોમ્બેનું મુંબઈ થઇ શકતું હોય અને ઓરિસ્સાનું ઓડીસા થઇ શકતું હોય તો પશ્ચિમ બંગાળનું નામ બદલાવીને ખાલી બાંગ્લા કેમ ન થઇ શકે તેવો સવાલ ઉઠાવીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આવી ડીમાન્ડ કરી છે.

રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન આ સવાલ ઉઠાવતા ટીએમસીના સાંસદ ઋતબ્રત બેનરજીએ જણાવ્યું હતું કે બાંગ્લા નામ રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ જુલાઈ 2018માં રાજ્યનું નામ બદલવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો પરંતુ કેન્દ્રએ તેને હજી સુધી મંજૂરી આપી નથી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે આ નામકરણ રાજ્યના ઇતિહાસ સંસ્કૃતિ અને ઓળખને અનુરૂપ છે અને લોકોની આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરે છે. 1947 માં બંગાળ બે ભાગમાં વહેંચાયેલું હતું. એક પશ્ચિમ બંગાળ અને બીજું પૂર્વ પાકિસ્તાન. 1971માં પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર થઈ ગયું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો. આજે હવે પૂર્વ પાકિસ્તાન અસ્તિત્વમાં નથી, ત્યારે આપણે પણ અહીં રાજ્યનું નામ બદલવાની અને પશ્ચિમ શબ્દ કાઢી નાખવાની જરૂર છે. પશ્ચિમ બંગાળના લોકોના જનાદેશનું સન્માન કરવાની જરૂર છે.

નોંધનીય છે કે રાજ્યનું નામ બદલવા અંગે અગાઉ મમતા બેનરજીએ એવો તર્ક આપ્યો હતો કે જો રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવામાં આવે તો તેમને ઘણો ફાયદો થશે અને રાજ્યના બાળકોને સ્પર્ધામાં જવામાં પણ મદદ મળશે. તેમને સ્પર્ધામાં પ્રાથમિકતા મળશે કારણ કે હાલમાં પશ્ચિમ બંગાળ નામ હોવાથી દરેક સ્પર્ધામાં તેમના રાજ્યના બાળકોને હાલમાં W આવે તેની રાહ જોવી પડે છે, જેને કારણે બાંગ્લાનું મહત્વ જ ઘટી ગયું છે. રાજ્યના બાળકોને અંત સુધી રાહ જોવાની ફરજ પડે છે. તેમણે કહ્યું હતું કે તેમના રાજ્યના નામની આગળ ‘પશ્ચિમ ‘ શબ્દ ઉમેરવાની કોઇ જરૂર નથી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષમાં શહેરોના નામ બદલવામાં આવ્યા છે. 2001માં કલકત્તાનું નામ બદલી કોલકાતા કરવામાં આવ્યું, 2014માં બેંગ્લોરનું બેંગલૂરું અને 1996માં મદ્રાસનું ચેન્નાઇ કરવામાં આવ્યું છે. બૉમ્બે નામ પણ બદલીને મુંબઇ કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

સુરત : ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના માસૂમનું મોત ; 24 કલાક બાદ મળ્યો બાળકનો મૃતદેહ, માતા-પિતાનું આક્રંદ

Next

અમેરિકાથી પરત ફરેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડી દેવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
7 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
7 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલું લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાઈ શકે
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના હડાળા ગામના યુવકને ત્રાસ આપતા વ્યાજખોર પિતા-પુત્ર સામે કાર્યવાહી
રાજકોટ
2 વર્ષ પહેલા
વોઈસ ઓફ પબ્લિક Rajkot | Election 2024
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ-અમદાવાદ વચ્ચે એસ.ટી.ની વધુ ચાર અદ્યતન બસ મૂકાઇ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર