પગાર નહીં મળતાં ડ્રાયવરે ક્રિકેટરેાની કિટ પર કર્યેા કબજો !! બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં અકલ્પનીય ડ્રામા
બાંગ્લાદેશ પ્રિમીયર લીગની ફ્રેન્ચાઈઝી દરબાર રાજશાહી ક્રિકેટની દુનિયામાં મજાક બની ગઈ છે. અહેવાલેા પ્રમાણે ફ્રેન્ચાઈઝીએ અત્યાર સુધી ટીમમાં સામેલ વિદેશી ખેલાડીઓ અને સ્ટાફને પગાર ચૂકવ્યેા નથી. રાજશાહીના માલિક શફીક રહમાને જાહેરાત કરી હતી કે વિદેશી ક્રિકેટરેાને પેાતપેાતાના દેશમાં પરત મેાકલવા માટે ટિકિટ બુક કરાવાઈ છે પરંતુ પગાર નહીં ચૂકવવાને કારણે અનેક ખેલાડી ઢાકાની હેાટેલમાં જ ફસાયા છે.
ટીમ માલિકે ચૂકવણું કરવાનેા વાયદેા કર્યેા હતેા પરંતુ દરબાર રાજશાહીમાં સામેલ સ્થાનિક ક્રિકેટરેા ચૂકવણું કર્યા વગર જ હેાટેલમાંથી ચેકઆઉટ થઈ ગયા હતા. ફ્રેન્ચાઈઝીએ હજુ તેના બસ ચાલકને પણ પગાર નથી આપ્યેા જે આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફને દેશભરના સ્ટેડિયમમાં લેવા-મુકવા જતેા હતેા. હવે ડ્રાયવરે તમામ ખેલાડીઓની કિટબેગ અને સામાન બસની અંદર લેાક કરી દીધેા છે અને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તેને પગાર નહીં મળે ત્યાં સુધી બસમાંથી કેાઈ વસ્તુ કાઢવા દેશે નહીં !
વિદેશી ખેલાડીમાં મેાહમ્મદ હારિસ (પાકિસ્તાન), આફતાબ આલમ (અફઘાનિસ્તાન), માર્ક દયાલ (વિન્ડિઝ), રેયાન બર્લ (ઝીમ્બાબ્વે), મિગુએલ કમિન્સ (વિન્ડિઝ) સહિતનેા સમાવેશ થાય છે જેમને પગાર મળ્યેા નથી.