અમેરિકી પ્રમુખના કયા નિર્ણયથી મિડલ ઈસ્ટમાં મચી ખલબલી ? વાંચો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક પોતાના નિર્ણયોથી દુનિયાભરમાં ભારે હલચલ મચાવી રહ્યા છે. એમણે ગાઝા પટ્ટીને જોર્ડન અને ઈજિપ્તમાં સામેલ કરવાની અપીલ કરતાં મધ્ય-પૂર્વીય દેશોમાં ખળભળાટ મચ્યો છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા અઢાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો હાલ વિરામ આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈજિપ્ત અને જોર્ડનને અપીલ કરી છે કે, તેઓ ગાઝાની વસ્તીને પોતાને ત્યાં વસાવી લે છે. જોર્ડન આશરે 15 લાખ જેટલા ગાઝાના લોકોને પોતાને ત્યાં રહેવા આશરો આપે, જ્યારે ઈજિપ્ત પણ તેમને રહેવાની મંજૂરી આપે. તેમના માટે હાઉસિંગ કોલોની બનાવી શકે છે.
લોકોને સાચવો અને વસાવો
ટ્રમ્પની આ અપીલનો બંને દેશોએ વિરોધ કર્યો છે. જોર્ડે ટ્રમ્પની આ ભલામણને ફગાવી દીધી છે. જ્યારે ઈજિપ્તે પણ તો વિરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું જોર્ડનના રાજા અબ્દુલ્લાને અપીલ કરીશ કે, તેઓ ગાઝાના વધુને વધુ લોકોને આશરો આપે. ગાઝાની સ્થિતિ ખરાબ હોવાથી આ નિર્ણય લેવા અપીલ છે.
ઈજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ગાઝાના લોકોને દબાણપૂર્વક તેમનું વતન છોડવા મજબૂર કરી શકીએ નહીં. અમે આ યોજનાનો વિરોધ કરીએ છીએ. જેનાથી સ્થિરતા ખોરવાશે, તેમજ ફરી યુદ્ધ શરૂ થવાની શક્યતા ઉભી થશે.
ઘર બનાવવા અપીલ કરી
ટ્રમ્પે પોતાની આ સલાહ પર મધ્ય-પૂર્વના અન્ય દેશોને પણ સહકાર આપવા અપીલ કરી છે. તેમણે તેઓને યુદ્ધમાં પાયમાલ બનેલા ગાઝાના લોકો માટે હાઉસિંગ વિકસાવવા અને અમુક સુવિધાઓ ઉભી કરવા ભલામણ કરી છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલેલા યુદ્ધમાં ગાઝાની 60 ટકા ઈમારતો કાટમાળમાં તબદીલ થઈ છે. 92 ટકા ઘર નષ્ટ થયા છે.