વક્ફ મુદ્દે JPCની બેઠકમાં સંસદ જેવો હોબાળો, ૧૦ સભ્યો સસ્પેન્ડ
અમારી વાત સાંભળવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે દેકારો મચાવતા માર્શલ બોલાવવા પડ્યા
દિલ્હીમાં મળેલી વકફ બીલ અંગેની જે.પી.સી..ની બેઠકમાં સંસદ જેવો ભારે હોબાળો થયો હતો અને માર્શલની મદદ લેવી પડી હતી. આ ઘટના બાદ અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, ‘અમારી વાત સાંભળવામાં આવતી નથી.’
વક્ફ પર જેપીસીમાં વિપક્ષી દળોના સભ્યોના હોબાળા પાછળનું મુખ્ય કારણ સમિતિના સભ્યોની માંગ હતી કે રિપોર્ટને અપનાવવાની તારીખ બદલીને 31 જાન્યુઆરી કરવામાં આવે. અગાઉ આ અંગે ચર્ચા માટે 24મી અને 25મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે મોડી રાત્રે તારીખ બદલીને 27 જાન્યુઆરી કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોની માંગ એવી હતી કે મીટીંગ 27 જાન્યુઆરીના બદલે 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવે.
આ માંગ પછી વિપક્ષી સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી તુરંત માર્શલ બોલાવવામાં આવ્યા હતા અને જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને JPCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે.
વક્ફ સુધારા બિલ 2024 પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ‘બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહ્યું છે. અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહ્યા છે અને તેઓ કોઈનું સાંભળી રહ્યા નથી.