રાહુલ ગાંધી સામે ફોજદારી કાર્યવાહી અટકાવવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામે ઝારખંડના ભાજપના એક કાર્ય કરે કરેલા માનહનીના કેસમાં ફોજદારી કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો હતો.
ઝારખંડના ભાજપના કાર્યકર નવીન ઝા એ રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ ને હત્યાના આરોપી તેમજ ભાજપના કાર્યકરોને સતાના નશામાં ચકચૂર અને જૂઠાબોલા ગણાવી માનહાનિ કરી હોવાની વર્ષ 2018 માં ફરિયાદ કરી હતી.
એ ફરિયાદ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ઝારખંડ હાઇકોર્ટે ફગાવી દીધા બાદ તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ ટિશન દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી દરમિયાન તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ ચુકાદાઓ ટાંકી માત્ર પીડિત વ્યક્તિ જ માનહાનિની ફરિયાદ કરી શકે છે તેવી દલીલ કરી હતી. તે સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે ફરિયાદી નવીન ઝા અને ઝારખંડ સરકારને ચાર અઠવાડિયામાં પ્રતિક્રિયા આપવા અને ત્યાં સુધી કોઈપણ જાતની ફોજદારી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.