ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર: PMJAY માં કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ
ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં ક્રાઈમ બ્રાંચે એક – બે નહિ પરંતુ ૧૨ મુદ્દાઓ પર આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 10 દિવસના એટલે કે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણુંક કરી છે. રિમાન્ડ માટેની રજૂઆત હતી કે, હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની તપાસ, મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતની તપાસ, ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી તે અંગે તપાસ જરૂરી છે.
સાથે કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે. PMJAY કે આરોગ્ય વિભાગમાંથી કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેવા મુદ્દાઓ પર તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે.પોલીસના મતે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં 51% ભાગ ધરાવે છે અને પૈસાના રોકાણ અને આવક અંગે તપાસની જરૂર છે. સાથે જ ડોકટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા તે અંગે, ઉપરાંત ગામડાના ગરીબ માણસોને જરૂર ન હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા હતા તે અંગે તપાસની જરૂર છે. સાથે ગેરકાયદે બીજાના ડેટા ચોરીને PMJAY કાર્ડ કાઢવામાં આવતા હોવાના પણ આરોપ છે.
સાથો સાથ 16.64 કરોડ રૂપિયા PMJAY યોજના હેઠળ મેળવ્યા છે, તેનું ક્યાં રોકાણ કરવામાં આવ્યું, તે જાણવું જરૂરી છે. હોસ્પિટલની મિનિટ બુક પણ મેળવાની જરૂરી છે. સાથો સાથ આરોપી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં ફરીને આવ્યા ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકવર કરવો ખૂબ જરૂરી છે. તેમજ વિદેશ જવામાં અને ત્યાં કોણે કોણે મદદ કરી તે અંગે પણ માહિતી મેળવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસને ગુમરાહ કરવા માટે વિદેશ જવા માટે ટિકિટ બુક કરાવતો પરંતુ ફ્લાઇટમાં બેસતો નહીં. અનેક વખત ટિકિટ બુક કરાવી કેન્સલ કરાવતો અને ક્યારેક તક મળતા વિદેશ જતો રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આ 12 મુદ્દાઓ પર પોલીસે રિમાન્ડની માંગણી કરી
956 દિવસમાં 3500થી વધુ ક્લેમ અને 3800થી વધુ એન્જિયોગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિક
* મેડિકલ ટીમ મુજબ 30 ટકા બ્લોકેજને 80 ટકા ઊંચું બતાવી PMJAY યોજનાનો લાભ મેળવ્યો
* આરોપી કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51 ટકાનો હિસ્સો
* કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ
* અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી ડોકટરોને પૈસા આપી ખ્યાતિમાં રિફર કરવામાં
* પૈસાના વ્યવહારોની તપાસ કરવામાં આવશે
* જેની પાસે આયુષ્માન કાર્ડ ન હતા તેમના ખોટી રીતે કાર્ડ બનાવ્યા તે લિંકની તપાસ કરવામાં આવશે
* આરોપી ક્યાં અધિકારીઓને ગિફ્ટ કે કમિશન આપતા, સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ?
* આયુષ્યમાન કાર્ડમાં મેળવાયેલી 16 કરોડથી વધુ રકમ ક્યાં ગઈ તેની તપાસ થશે
* એકાઉન્ટ અને મિટીંગોની મિનિટ બુકની તપાસ
* સંજય પટોલિયા, રાજ શ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને આરોપી સાથે રાખી પૂછપરછ કરાશે
* વિદેશ જવા માટે કોનો લોકલ સપોર્ટ રહ્યો અને વિદેશમાં કોને પનાહ આપી તે અંગે તપાસખ્યાતિકાંડના મુખ્ય આરોપીખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી તરીકે CEO રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. આખરે મુખ્ય સૂત્રધાર ચેરમેન કાર્તિક પટેલને પણ દબોચી લેવામાં આવ્યો છે.