રાજકોટ : પતંગબાજોએ લગાવેલા ‘પેચ’ અબોલજીવ માટે બની ‘પીડા’,એક દી માં 463 પક્ષીઓ ઘવાયાં
સૌથી વધુ 453 કબૂતરને ઇજા:વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ: વનમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતની હાજરી:જો કોઈ ઘાયલ પક્ષી મળે જાણ કરવા અપીલ
મકરસંક્રાંતિએ એક દિવસમાં પતંગોના પેચના લીધે 465 જેટલા પક્ષીઓને ઇજા પહોંચી હતી.લોકોની મજા અબોલ જીવ માટે સજારૂપ બની હતી. રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા પક્ષી બચાવો અભિયાન 2025 શરૂ કર્યું હતું જેમાં મકરસંક્રાંતિના દિવસે પતંગની દોરીથી 463 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં સૌથી વધારે 453 કબૂતરને પતંગની દોરીથી ઈજા પહોંચી હતી જ્યારે ચાર સમડી,2 હોલા,2 રણ કાગડા,1 પોપટ અને 1 ચકલીને ઇજા પહોંચી છે. 15 જાન્યુઆરીએ પણ 107કે સ આવ્યા હતા કે જેમાં પતંગના દોરાથી પક્ષીઓ ઘવાયા છે.
કરુણા અભિયાન અંતર્ગત ત્રિકોણબાગ ચોક ખાતે રાજ્યનો સૌથી મોટો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ કંટ્રોલરૂમમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ 24 કલાક ખડે પગે સેવા આપી રહ્યા છે, ઉતરાયણ પછી પણ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા આખું વર્ષ 24 કલાક ઘાયલ પશુ પંખીઓની સારવાર ચાલુ રહેશે.
રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ થઇ ચુક્યું છે.રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ , વિરાભાઈ હુંબલ , નરોત્તમભાઇ પોપટ પરિવાર, હરિશભાઈ [લંડન] તથા પરિવાર સહિતના શ્રેષ્ઠીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભવોએ ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
કરૂણા અભિયાન’માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક, ડો. ભટ્ટ , ડો. પરીખ, ડો. ગર્ગ , ડૉ. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડૉ. શ્રુતિ ઈમાનદાર, ડૉ. મીત પંડયા, ડૉ. ઉર્વશી રામોલિયા, ડૉ. નિર્ભય, ડૉ. ઇશાન ધર્મપાલ, ડૉ. ગિરઈનાયક, ડૉ. મૌનીક, ડૉ. ઋત્વિકા પટેલ, ડૉ. સાયમનતાકા પંડયા, ડૉ. રાધા, ડૉ. તિષિતન, ડૉ. દિશા ધામલિયા, ડૉ. યશવા, ડૉ. ધનંજયસિંહ ચૌહાણ, ડૉ. વિશ્વાસ પટેલ, ડૉ. જગદીશ માલી, ડૉ. હેમેન્દ્ર પરમાર, ડૉ. હર્ષ પટેલ, ડૉ. રવિ પટેલ, ડૉ. રવિ ખાંધર, ડૉ. નિર્મિત રાણા, ડૉ. નીતિન શર્મા, ડૉ. સાગર કાચા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.