Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

થોડું ડગીને…. થોડું ચગીને…. આજે મારે આભને આંબવું છે….રાજકોટની આભની અટારીએ જામશે આજે પતંગ યુદ્ધ

Tue, January 14 2025

પતંગ-દોરાની બજારમાં 20થી 25 ટકાના વધારાએ પતંગ રસિયાઓના ખિસ્સા ઉપર કર્યો જોરજુલમ

રાજકોટ : હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. આજથી સૂર્ય ધન રાશિ છોડી મકરરાશિમાં પ્રવેશે છે જેથી સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. જો કે, આજના સમયમાં મકરસંક્રાંતિનો પર્વ થોડો દાનપુણ્યનો અને બાકી પતંગ ચગાવવા અને મોજશોખ કરવાનો બની ગયો છે ત્યારે રાજકોટની આભની અટારીએ સવારથી સાંજ સુધી પતંગયુદ્ધ જમવાની સાથે ઉંધીયા મહેફિલો પણ જમાવટ કરશે.

મકર સંક્રાતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. . આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને  બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને  મકર સંક્રાતિ કહેવાય છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો આકાશ પતંગોની રંગોળીથી કલરફુલ બની જશે. આમ તો મકરસંક્રાંતિનો સંદેશ અનોખો અને સમજવા જેવો છે. પરંતુ આધુનિક યુગમાં પતંગ દોરા જેવા બની ગયેલા સંબંધો ગમે ત્યારે કપાઈ જાય છે અને આ પર્વ મોજ શોખનું પર્વ બની ગયું છે. સાચા અર્થમાં આ પર્વ એવું સમજાવે છે કે ના ટુટીએ ના ફાટીએ તેની કાળજી રાખીએ, ક્યારેક ખેંચતાણમાં નમી જઈએ, ક્યારેક દૂર દૂર નીકળી જઈએ, થોડું ચગવાનું, થોડું ડગવાનું, થોડા ગોથા ખાઈને જમીન ઉપર ઉતરવાનું અને એક મેકને સાથે લઈ આકાશની ઊંચાઈને આવવાનો આ તહેવાર છે.

આજે પતંગોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આજે સવારથી જ લોકો અગાસી અને ધાબા ઉપર ચડીને પતંગ ઉડાવવાની મોજ લુટશે. આખો દિવસ કાઇપો છે કાઈપો છે ના.. અવાજો અને ઘોંઘાટિયા ડીજે સહિતની મ્યુઝિક સિસ્ટમ તો ક્યાંક ઢોલ નગારા અને પપૂડાથી શહેર ગુંજતું રહેશે. સાથે જ આકાશ જાણે લાખો પતંગોનું ઓઢણું ઓઢું હોય તેવું દ્રશ્ય ખડું થશે. જો કે, હાઇકોર્ટની કડક સુચના બાદ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરા અને તુકલ ઉપર ઘાસ બોલાવી છે. છતાં પણ છાના ખૂણે પાકા માંજેલા દોરાઓનું ધૂમ વેચાણ થયું છે. રાજકોટની સદર બજારમાં સોમવારે સવારથી જ પતંગ રસીયાઓ દ્વારા પતંગ દોરાની ચિકાર ખરીદી કરવા ઊમટી પડ્યા હતા આને મોડીરાત્રી સુધી આ વિસ્તારમાં પગ મુકવાની પણ જગ્યા ન હતી.

પતંગ દોરાના ભાવમાં 20થી 25 ટકા વધારો

ગત વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ અને દોરાની બજારમાં 20થી 25 ટકાનો ભાવ વધારો થતા મધ્યમ પરિવારો માટે આ તહેવાર ઉજવણી સાથે મોંઘવારીની પળોજણ વાળો પણ બની ગયો હતો. નાના બાળકો માટે ફરજીયાત પતંગો ખરીદ્યા વગર પરિવારોને છૂટકો ન હોવાથી મધ્યમવર્ગીય પરિવારોએ ખપ પૂરતી ખરીદી કરી હતી. જો કે, મોંઘવારીની અસર પતંગોની ખરીદી ઉપર પણ વર્તાઈ હતી.ગત વર્ષની તુલના કરતા આ વખતે લોકોમાં ખરીદીનો માહોલ ઓછો રહ્યો છે. જોકે મોડી સાંજથી ખરીદી માટે પતંગ રસિયાઓનો ઘસારો રહેતા વેપારીઓમાં આશાનું કિરણ દેખાયું હતું.

રાજકોટમાં ટન મોઢે ખવાશે જીંજરા, ચિકી અને ઊંધિયું

ઉતરાયણ પર્વેની ઉજવણીમાં સૌરાષ્ટ્રમાં પતંગની જેમ જ ઊંધિયું પણ આવશ્યક બની ગયું હોય તેમ શહેરમાં ઠેર-ઠેર ડેરી અને ફરસાણની દુકાનમાં ઊંધિયું વેચાણની આગોતરી તૈયારીઓ થઇ ચુકી છે અને મોટી દુકાનોની સાથે અનેક જગ્યાએ મંડપ ખોલીને પણ ઊંધિયું વેચાણ માટે તૈયારીઓ થઇ ગઈ છે. સાથે  જ પરંપરાગત ખીચડાના વેચાણ માટે પણ શહેરમાં ઢગલા બંધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હોય આજે શહેરીજનો લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે. આ ઉપરાંત શહેરમાં ઉતરાયણે જીંજરા, ચીકી, શેરડી, બોર, ફુગ્ગાની પણ જબરી ડિમાન્ડ જોવા મળી હતી. સાથે જ દાનપુણ્યના તહેવાર ઉત્તરાયણમાં ઠેર ઠેર ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ દ્વારા દાન માટે મંડપ ઊભા કરવામાં આવ્યા છે.

આજે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ

છેલ્લા બે દિવસમાં પવનની ગતિ મંદ પડી છે ત્યારે આજે મકરસંક્રાંતિએ પતંગ રસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મતે આજે પવનની સરેરાશ ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિકલાક સુધીની રહેશે.વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે દિવસભર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાથી પવન ફૂંકાશે. જેથી પૂરતા પ્રમાણમાં પવન ફૂંકાવાના કારણે પતંગ રશિયાઓને પતંગ ચગાવવાની મજા પડી જશે.

Share Article

Other Articles

Previous

આજથી કમુરતાં પુરા:2 મહિનામાં લગ્ન પ્રસંગ માટેના 25 શુભ ચોઘડિયા,શરણાઈ ગુંજશે

Next

ન્યાયતંત્રના અન્યાયનો આઘાતજનક કિસ્સો : ચાર ચાર અદાલતો ની ગંભીર ભૂલોને કારણે એક માણસ 25 વર્ષ જેલમાં રહ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
14 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મકાન માલિકે મનપાના પ્લોટમાં કાટમાળ ફેંક્યો’ને ૫,૦૦૦નો દંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં કોરોનાના કેટલા કેસ ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હવે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન માટે ચૂકવવો પડશે ચાર્જ! સાઈબર સુરક્ષા અંતર્ગત સરકાર મોબાઈલ નંબરની કરશે ખરાઈ
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
યુપીના મેરઠમાં મકાન પડતાં કેટલાના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર