ભાભીને પોતાનું મકાન ભાડે આપી કૌટુંબીક દિયરે દુષ્કર્મ ગુંજાર્યું
લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી અંગત ફોટા પાડી લીધા : સબંધ તોડી નાખતા ધમકીઓ આપી નરાધમે વોટ્સપ સ્ટેટસમાં ફોટા મુકી વાઇરલ કરતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
રાજકોટમાં બામણબોર નવાગામ ખાતે સાત માસ પૂર્વે પતિ અને એક સંતાન સાથે કૌટુંબીક દિયરના મકાનમાં ભાડેથી રહેતી પરિણીતાને મૂળ ચોટીલાના ભોજપરી ગામના શખસે લગ્નની લાલચ આપી પોતે પોતાની પત્નીને મૂકી તેણી સાથે રેહશે તેવા વાયદાઓ કરીને અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.અને તેણીના અંગત ફોટા પાડીને તે ફોટા પોતાના વોટ્સપમાં સ્ટેટસમાં મૂકી ધમકીઓ આપતા પરિણીતાએ નરાધમ વિરુદ્ધ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

વિગત મુજબ હાલ રાજકોટમાં રહેતી એક સંતાનની માતાની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ આઇ.એન.સાવલીયાએ ચોટીલાના ભોજપરી ગામના ગોરધન મનુભાઈ વાલાણી નામના 25 વર્ષીય નરાધમ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે,આરોપી ગોરધન તેનો કૌટુંબીક દિયર થાય છે.જેથી આજથી સાત માસ પૂર્વે દિયરે તેનું બામણબોર નવાગામ ખાતે આવેલું મકાન ભાડેથી તેણીને રહેવા આપતા તે તેની પુત્રી અને પતિ સાથે રહેવા ગઈ હતી.તે સમયે આરોપીએ પોતાની સાથે પરિચય મેળવી અને લગ્નની લાલચ આપી ભાભી સાથે અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો.બાદમાં તેણીની જાણ બહાર અંગત ફોટા પાડી લીધા હતા.જેથી પરિણીતાએ ગોરધન સાથે સબંધ તોડી નાખ્યો હતો.તો ગોરધને તેણીના ફોટા પોતાના વોટ્સપમાં સ્ટેટસમાં મૂકી વાયરલ કરતાં ઘટનાની જાણ પરિણીતાના પતિ સહીતના પરિવારજનોને થતાં તેણીએ ગોરધન સામે ફરિયાદ નોંધાવી છે.