યુપીના મુખ્યમંત્રી યોગીના હમશકલનું રહસ્યમય મોત
હત્યા કરાઈ હોવાનો અખિલેશ યાદવ નો આક્ષેપ
ઉત્તર પ્રદેશના ઉનાઓ જિલ્લાના ચોપાઈ નગરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો જ ચહેરો ધરાવતા અને ડુપ્લીકેટ યોગી તરીકે પ્રખ્યાત થયેલા સમાજવાદી પાર્ટીના કાર્યકર અને પ્રચારક સુરેશ ઠાકોર નું ભેદી સંજોગોમાં મૃત્યુ થતાં ભારે ચકચાર જાગી છે સમાજવાદની પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સુરેશ ઠાકોરની કૃરતાપૂર્વક માર મારીને હત્યા કરાઇ હોવાનો આક્ષેપક કરતા રાજકારણાયું છે.
સુરેશ ઠાકોર યોગી જેવી જ વેશભૂષા ધારણ કરીને સમાજવાદી પક્ષ માટે પ્રચાર કરતા હતા અને લોકોમાં તેમણે ખાસ્સું આકર્ષણ ઊભું કર્યું હતું. સુરેશ ની પત્ની સરિતાના જણાવ્યા મુજબ 27 જુલાઈએ બે શખ્સોએ સુરેશને ઢોર માર મારતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. એ ઘટના અંગે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો અને સમાધાન કરી લેવા માટે દબાણ કર્યું હોવાનો સરિતાએ આક્ષેપ કર્યો હતો.પોલીસે જોકે સુરેશ નું મૃત્યુ હૃદય રોગના હુમલાને કારણે થયું હોવાનું જાહેર કર્યું હતું.
