છત્તીસગઢમાં શું બની ઘટના ? કેટલા નક્સલી મર્યા ? જુઓ
છત્તીસગઢના અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે રવિવારે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા હતા. તેમના શબ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક-47 અને એસએલઆર સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતા.

દંતેવાડા ડીઆજીના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ આ અથડામણમાં શહીદ થયા હતા. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ જ રહે છે. જેમાં ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના જવાનો તૈનાત છે.
પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી અભિયાનમાં ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમને અબુઝમાડ જિલ્લામાં રવાના કરી હતી. આ ટીમ સાંજે 6.00 વાગ્યે નક્સવાદ પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતાં જ નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે પણ થોડા દિવસો પહેલા એવું વચન જનતાને આપ્યું હતું કે નક્સલવાદનો સફાયો કરી જ દેવાશે અને સુરક્ષા દળોને છૂટ આપવામાં આવી છે.