Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

‘નઘરોળ’ અધિકારીઓના પાપે દર્દીઓ લૂંટાયા, હવે ‘દુકાન’ બંધ કરાવાશે !

Mon, December 30 2024

વોઈસ ઓફ ડે'એ કમિશનખોર તબીબોનોખેલ’ ઉઘાડો પાડ્યા બાદ શરૂ થઈ દોડધામ
સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ખાનગી મેડિકલ સ્ટોર ધમધમ્યા બાદ આરોગ્ય મંત્રીએ કાન આમળતાં જ તેને બંધ કરાવવા હવાતિયા શરૂ…
સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા, એડિ. સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા સહિતના તમામ જવાબદાર અધિકારીઓએ અત્યાર સુધી આંખ જ બંધ રાખી’તી
એસીડીટી, એન્ટીબાયોટિક, ઉધરસ, યુરિન સંબંધિત તકલીફ સહિતની દવાઓ મેડિકલ સ્ટોર પાસેથી ખરીદ કરાવી મેળવાતું હતું કમિશન'

કાયમ માટે વિવાદના વંટોળમાં રહેવા માટે પંકાઈ ગયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શનિવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાએ મુલાકાત લઈ અંદર ચાલી રહેલીલાલિયાવાડી’ મુદ્દે અધિકારીઓને બરાબરના ઝાટક્યા હતા. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ધમધમતાં ખાનગી મેડિકલ સ્ટોરની તેમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈને જવાબદારોને તો ઠપકો આપ્યો હતો સાથે સાથે આ દુકાન' તાત્કાલિક અસરથી બંધ કરાવવા આદેશ આપતાં સિવિલ હોસ્પિટલનાઆળસું’ અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા. અત્રે નોંધવું જરૂરી છે કે વોઈસ ઓફ ડે' દ્વારા તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના ખાનગી મેડિકલ સ્ટોરમાં દર્દીઓ કેવી રીતે ખંખેરાઈ રહ્યા છે તેનો પૂરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ સિવિલના જવાબદાર અધિકારી ડૉ.હેતલ ક્યાડા દ્વારા માત્રને માત્ર તપાસના નામેનાટક’ જ કરવામાં આવ્યું હતું !


જાણવા મળેલી વિગતો પ્રમાણે આ મેડિકલ સ્ટોર છેલ્લા ઘણા વર્ષોથી સિવિલના કેમ્પસમાં ભાડે આપવામાં આવ્યો હતો. દર્દીઓને વિનામૂલ્યે દવા મળી રહે તે માટે સરકાર તરફથી મોઢેમાંગ્યો જથ્થો પૂરો પાડવામાં આવે છે આમ છતાં અમુક કમિશનખોર તબીબો દ્વારા જાણીજોઈને દર્દીઓને સિવિલના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર બનવું પડે તે પ્રકારે પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખી આપવામાં આવતી હતી જેથી બન્નેના ગજવા ભરાયેલા રહે ! આશ્ચર્યની વાત એ છે કે સિવિલના તબીબો દ્વારા દર્દીઓને એસીડીટી, એન્ટીબાયોટિક, ઉધરસ, યુરિન સંબંધિત તકલીફ સહિતની દવાઓ બ્રાન્ડનેમ સાથે લખી આપવામાં આવતી હોવાના પૂરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આમ છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા કે એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા દ્વારા કશી જ કાર્યવાહી કરવામાં આવી ન્હોતી. આ બન્ને અધિકારીઓ ઉપરાંત અન્ય જવાબદારોએ પણ હાથ ઉંચા કરી દેતાં ગરીબ દર્દીઓ રીતસરના લૂંટાયા હતા.


ભલે સિવિલ હોસ્પિટલના બેજવાબદાર, નઘરોળ, લપોડશંખ અધિકારીઓએ કશી કાર્યવાહી ન કરી પરંતુ આરોગ્ય મંત્રીએ લીધેલી બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત થતાં જ સૌના હાજા ગગડી ગયા હતા સાથે સાથે મેડિકલ સ્ટોર તાત્કાલિક અસરથી બંધ કરાવવાનો આદેશ છૂટતાં જ હવે તેને નોટિસ ફટકારીને કાયમી દુકાન બંધ કરાવવા માટેની કાર્યવાહી માટે પણ દોડધામ શરૂ કરવી પડી હતી.

Share Article

Other Articles

Previous

અંબાજી જતાં ભક્તો માટે સારા સમાચાર

Next

માઉન્ટ આબુ માઈનસ ૪ ડીગ્રીએ થીજી ગયુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
22 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

અમેરિકાના નોર્થ કેરોલિનાનાં ડેર કાઉન્ટીમાં વિમાન તૂટી પડ્યુ : કેટલાકના મોતની આશંકા, બે મૃતદેહો મળ્યા
Breaking
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધી પહેલવાનોના અખાડામાં પહોંચ્યા, નારાજ પહેલવાનો સાથે મુલાકાત, ચર્ચા કરી
Breaking
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં ભયંકર અકસ્માતમાં કેટલા મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ન્યૂયોર્કમાં આતંકી હુમલા માટે ISIS સાથે મળી કાવતરું ઘડી રહેલા પાકિસ્તાની નાગરિકની કેનેડામાં ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર