રાજકોટ : રિંગરોડ-2 પહોળો કરવા માટે ‘તગડો’ ભાવ માંગતી એજન્સીઓ
જામનગર રોડથી સ્માર્ટ સિટી, સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના રસ્તાને પહોળો કરવા માટે ૩.૯૬%
ઓન’ આવતાં રિ-ટેન્ડર કરવા નિર્ણય
૮ કિલોમીટરનો રસ્તો પહોળો કરવા માટે ૧૧૦.૧૯ કરોડનો ખર્ચ કરશે મનપા
રાજકોટની વસતી-વિસ્તાર-વાહન એમ ત્રણેયમાં વધારો થઈ ગયો હોવાથી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને હવે રસ્તા સાંકડા પડી રહ્યા હોય ઠેર-ઠેર ટ્રાફિકજામ અને અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટની ભાગોળે પણ હવે ડેવલપમેન્ટ થવા લાગ્યું હોય તેની સાથે જોડાયેલા રસ્તાઓને પહોળા કરવા માટે તજવીજ ચાલી રહી છે. આ જ સિલસિલામાં જામનગર રોડથી કણકોટ ચોકડી સુધીના રસ્તાને પહોળો કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું પરંતુ આ કામ કરવા માટે એજન્સીઓ દ્વારા તગડો' ભાવ માંગવામાં આવતાં ફરીથી ટેન્ડર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા જામનગર રોડથી સ્માર્ટ સિટી સુધીના ૨.૧ કિલોમીટર (પેકેજ-૧), સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના ૩.૯ કિલોમીટર (પેકેજ-૨) અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના ૨.૭૯ કિલોમીટર (પેકેજ-૩)ના રિંગરોડ-૨ને પહોળો કરવા તેમજ ડેવલપ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ માટે ક્લાસીક, પીસીસી અને શ્રીજીદેવકોન એમ ત્રણ એજન્સીએ રસ દાખવ્યો હતો પરંતુ ૩%થી લઈ ૩.૯૬% સુધીની
ઓન’ માંગવામાં આવતાં મહાપાલિકા દ્વારા રિ-ટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ રસ્તાઓને પહોળા કરવા માટે ૧૧૦.૧૯ કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ એજન્સીઓ દ્વારા વધુ ભાવ માંગવામાં આવતા ફરીથી ટેન્ડર કરવું પડ્યું છે. બીજી વખતના પ્રયાસમાં પણ વધુ ઓન' માંગવામાં આવશે તો હજુ પણ રિ-ટેન્ડર કરવા તૈયારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકાની હદમાં સમાવિષ્ટ ઉપરોક્ત રસ્તાને પહોળા કરવા માટે
ઓન’ મતલબ કે મુળ કિંમત કરતા વધુ ભાવ માંગવામાં આવ્યા જેની સામે રૂડા'ની હદમાં સામેલ રિંગરોડ-૨ને પહોળો કરવા માટે ૧.૯૦%
ડાઉન’ મતલબ કે ઓછા ભાવ સાથે ટેન્ડર ભરવામાં આવ્યું છે.