Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના ખેડૂત પાસેથી જમીન ખરીદી પાંચ શખસોએ કરી રૂ.૧.૯૬ કરોડની છેતરપિંડી

Thu, December 26 2024

ખેડૂતની પડધરીમાં આવેલી જમીનનો રાજકોટ,જુનાગઢ અને ધ્રોલના શખસોએ સોદો કરી તેમની પાસેથી દસ્તાવેજ કરાવી લઇ મિલકતના પૈસા જ ન આપ્યા : પડધરી પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો

રાજકોટમાં નાના મવા મેઇન રોડ રહેતા ખેડૂતની પડધરીમાં આવેલી રૂ.૨ કરોડની જમીન ખરીદવાનું કહી રાજકોટ અને જુનાગઢ સહિતના પાંચ શખસોએ સોદો નક્કી કરી ખેડૂત પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી તેને રૂ.૩.૭૦ લાખ આપી બાકીના નીકળતા ખેડૂતના રૂ.૧.૯૬ કરોડ ન આપી તેઓને હેરાન કરતાં અંતે પડધરી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ રાજકોટમાં નાના મવા મેઇન રોડ પર શાસ્ત્રી નગર પાછળ રાજ પેલેસ પાર્કમાં રહેતા અશોકભાઈ કિશોરભાઈ પરમાર (ઉ.વ.૫૨)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટમાં ઢેબર રોડ પર રહેતા દિનેશભાઈ પ્રવીણભાઈ જાવીયા,હિરેન હાપલીયા,જુનાગઢના રામશીગભાઈ રાણાભાઈ આહીર,કિશોરભાઈ ભીમજીભાઈ ઠકરાર અને ધ્રોલના નરોતમભાઈ શામજીભાઈ તળપદાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમની પડધરીમાં જમીન આવેલી છે.વર્ષ ૨૦૨૨માં તેઓને પૈસાની જરૂરિયાત પડતા આ જમીન વેચવાનું નક્કી કર્યું હતું.જેથી તેનો આરોપી રામશીગ સાથે પરિચય થયો હતો.જે દિનેશ જાવીયા સાથે જમીન લે-વેચમાં દલાલીનું  કામ કાજ કરે છે.વાત કરતાં જ બંને આરોપીઓ પડધરી જમીન જોવા માટે આવ્યા હતા.અને તે સમયે આરોપી હિરેન હાપલીયા પણ જમીન જોવા માટે પોતાની કારમાં આવ્યો હતો. આ લોકોને જમીન ગમી જતાં તેઓએ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.અને ફરિયાદી અશોકભાઈને રાજકોટ ખાતે ૨ કરોડમાં જમીનનો સોદો નક્કી કર્યો હતો.બાદમાં તેઓએ રૂ.૩.૭૦ લાખનો સૂતી પેટેનો ચેક આપ્યો હતો.

ત્યાર બાદ જમીન ટ્રાન્સફર કરવા માટે પડધરી સબ રજીસ્ટાર કચેરી ખાતે તમામ આરોપીઓ ભેગા થયા હતા.અને આ જમીન તેઓના નામએ કરી લીધી હતી.પરંતુ ફરિયાદીને ખેડૂતને રૂ.૧.૯૬ કરોડ આપ્યા ન હતા.આ પૈસા તેઓ જુનાગઢ આપશે તેમ કહેતા ફરિયાદી જુનાગઢ ગયા હતા.પરંતુ ત્યાં બે દિવસ રોકાયા બાદ પણ પૈસા આપ્યો ન હતા.અને તેના બદલામાં ૨ કરોડની જમીનના કાગળો આપ્યા હતા.થોડા સમય બાદ પણ જમીનના બાકી નીકળતા રૂપિયા ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરી હતી.તો આરોપીએ તેઓને અમદાવાદ ખાતે બોલાવી ત્યાં આરોપી કિશોરે ટીઆરપી મોલમાં દુકાન આપવાનું નક્કી કર્યું હતું.અને એક દુકાનના કાગળો કરાવી આપ્યા હતા.પરંતુ કોઈ આરોપી તેઓના નીકળતા પૈસા આપ્યા ન હતા.બાદમાં આરોપીઓએ અલગ અલગ નોટરી કરાવી આપી હતી.છતાં બાકી નીકળતા રૂ.૧.૯૬ કરોડ ન આપી છેતરપિંડી કરતાં અને પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Share Article

Other Articles

Previous

માવઠાનું ટ્રેલર ! દિવસભર ધુમ્મસ વચ્ચે પારો ઉંચકાયો

Next

રાજકોટની 5000 મળી રાજયની 39,000 શાળાઓમાં શિક્ષણ કેવું ચાલે છે? 30મીથી મૂલ્યાંકન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમરત્વની શોધમાં પુતિન!!! લેબમાં તૈયાર થઈ રહ્યા છે કાયમ યુવાન રાખતા અંગો!
15 કલાક પહેલા
૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
16 કલાક પહેલા
‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
16 કલાક પહેલા
આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

મારું રાજકોટ પહેલાં આવુ બિચારું તો ન હતુ! જાણે શહેરની છાતી ઉપર ઊંડા ઘા લાગ્યા, જુઓ તસવીરો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેપારીઓનો વિડીયો વાઇરલ થયા બાદ ત્રણેય આરોપીને કાયદા નું ભાન કરાવ્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
બાળકની હત્યાના કેસમાં 25 વર્ષથી વોન્ટેડ મહિલાને આજીવન કેદની સજા  : માસૂમનું ગળું દબાવી, માથામાં દસ્તો ઝીંકી ઉતાર્યો’તો મોતને ઘાટ
ક્રાઇમ
12 મહિના પહેલા
ઉત્તર ઇઝરાયલમાં હીઝબુલ્લાહનો ભારે રોકેટ મારો, 10 લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર