રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાને તિનકા-તિનકા ઇન્ડિયા એવોર્ડ એનાયત
તિનકા તિનકા જેલ સુધારણાના સ્થાપક ડો.વર્તિકા નંદાના દ્રારા બદિવાનોના કૌશ્યલ ખીલવવા માટે તેમજ જેલ સુધારણા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી ચિત્રકામ બંદીવાનો દ્વારા જેલમાં મહત્વપૂર્ણ યોગદાન તેમજ જેલ અધિકારી કર્મચારીઓ દ્રારા જેલ સુધારણામાં સકારાત્મક યોગદાન બદલ તિનકા તિનકા ઇન્ડીયા એવોર્ડનું આયોજન દર વર્ષે કરી સન્માનિત કરવામાં આવે છે.જેમાં ભારર ભરની તમામ જેલોના બંદીવાનો તથા જેલના અધિકારી કર્મચારીઓ દ્રારા ભાગ લેવામાં આવે છે. તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૪ના ચિત્રકામની થીમ જેલમાં મુલાકાત હતી. જેમાં રાજકોટ મધ્યસ્ય જેલના કુલ ૧૬ બંદીવાનો તેમજ ૩ અધિકારી-કર્મચારીઓ દ્રારા ભાગ લેવામાં આવેલ હતો. જેમાં રાજકોટ સેન્ટ્રલ જેલના બદીવાન વસંતભાઈ કરશનભાઈ ચૌહાણના દ્રારા આકૃત કરેલ ચિત્રકામ – સમગ્ર ભારતના બંદીવાનોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજકોટ મધ્યસ્થ જેલ વિભાગનું નામ રોશન કર્યું છે.