- હેલ્થ અવરનેસ માટે સલાડ સ્ટુડિયો,વુમન ડેન્ટલ કાઉન્સિલ અને ગીતા સીંગતેલના સથવારે યોજાયો ફેશન શો
રાજકોટમાં મહિલાઓએ જુના ફિલ્મની અભિનેત્રીના લુક સાથે રેમ્પ વોક કર્યું હતું. તેમની અદાઓને નિહાળીને તાલીઓનો ગડગડાટ થયો હતો.રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત ફિઝીયોફિટ જીમ ખાતે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ હેતુસહ ગીતા સીંગતેલના સહયોગથી દ્વારા “રેટ્રો ટુ મેટ્રો” થીમ સાથે વુમન ડેન્ટલ કાઉન્સિલના મહિલા ડેનટિસ્ટ અને બ્લીસ એકેડમી ના બાળકો સહિત ૧૫૦ મહિલા અને કીડ્સ દ્વારા સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને ચાલવામાં આવ્યું. ગીતા સીંગતેલ દ્વારા બધી જ મહિલા ને શુધ્ધ, સાત્વિક સીંગતેલ આપીને પ્રોત્સાહિત કર્યા.
સલાડ સ્ટુડિયોના દર્શનાબેનનો ઉદ્દેશ મહિલાઓ પોતાના માટે સમય કાઢે અને પોતાના સ્વાસ્થ્ય માટે અવેર થાય એ હતો. શહેરના જાણીતા ગાયનેક ડો. અમીબેન મહેતા દ્વારા પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ જજ કરવામાં આવ્યો. અલગ અલગ દરેક ઉંમરની સ્ત્રીઓ જ્યારે મન ભરીને આ કાર્યક્રમ માણી રહ્યા હતા ત્યારે મિર્ચી RJ સ્મિત અને RJ નેહા પણ એમાં હાજર રહ્યા.
ગુજરાતીના ઉભરતા લેખિકા ઝરણાં દ્વારા સ્ત્રીનો શક્તિ, સહજતા અને સુંદરતા વિશે સ્ત્રીઓને પ્રોત્સાહક શબ્દો કહ્યા.
હેલ્થ, ઓરલ હેલ્થ અને અવેરનેસ માટેનો આ કાર્યક્રમ બધાએ મન મૂકીને માણ્યો.રાજકોટના મહિલા ડોક્ટરો મધુબાલા, મુમતાઝ,વહીદા રહેમાન, હેમામાલીની,રેખા તેમજ જૂની ફિલ્મોની હિરોઇન બની મનમોહક અદાથી મન મોહી લીધું હતું. સલાડ સ્ટુડિયો દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં વુમન્સ ડેન્ટલ કાઉન્સિલના 50 જેટલા ડોક્ટરો રેટ્રો થીમ પર રેમ્પ વોક કરી ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને સદાબહાર અભિનેત્રીઓની યાદોને જીવંત બનાવી હતી.
રેટ્રો ટુ મેટ્રો થીમ હેઠળ મહિલાઓની આવડત અને મહિલા સશક્તિકરણને ઉજાગર કરવાનો ઉજાગર કરી હતી. સામાજિક સંદેશ સાથે ફેશન શો માં એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો.