Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

યે પુષ્પા તો ફાયર હૈ… રાજકોટમાં 110 શો,ફર્સ્ટ ડે એ 40 લાખનું કલેક્શન

Fri, December 6 2024


શહેરના 9 થિયેટરો 24 કલાક ચાલુ રહ્યા, સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની પુષ્પા પાર્ટ ટુ ની ધમાકેદાર એન્ટ્રીથી દર્શકો થયાં દીવાના: જામનગર અને વડોદરામાં મોર્નિંગ શોમાં થયો હંગામો:ગુજરાતમાં એક દિવસમાં 15 કરોડનું કલેક્શન:થિયેટરોને મળ્યો બુસ્ટર ડોઝ

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે રાજકોટના થિયેટરોમાં એક જ દિવસમાં 110 જેટલા શો કે તમામ હાઉસફુલ રહ્યા હતા. ગુરુવારે સવારે 7વાગ્યાથી લઇ રાત્રે 12:00 વાગ્યા સુધી કોસ્મોપ્લેક્સ, આઈનોકસ આર.વર્લ્ડ, મુવી ટાઈમ,સીનેપોલીસ, કાર્નિવલ સહિત નવ જેટલા મલ્ટિપ્લેક્સમાં 110 જેટલા શો રાખવામાં આવ્યા હતા જેમાં કોસ્મોપ્લેક્સમાં એક દિવસમાં 22 જેટલા શો ગોઠવવામાં આવ્યા હોવાનું સંચાલક અજય બગડાઈએ જણાવ્યું હતું.


રાજકોટમાં પ્રથમ દિવસે પુષ્પા પાર્ટ ટુ એ 40 લાખનું કલેક્શન જ્યારે ગુજરાતમાં એક દિવસમાં 15 કરોડનું કલેક્શન નોંધાયો છે.બે વર્ષ પહેલા રિલીઝ થયેલી પુષ્પા પાર્ટ વનએ ધૂમ મચાવ્યા બાદ ફરી એક વખત ગુરુવારે રાજકોટ સહિત દેશભરના સિનેમાઘરોમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મન્દાનાની રિલીઝ થયેલી પુષ્પા પાર્ટ ટુ ને જોવા માટે દર્શકોના ટોળે ટોળે ઉમટ્યા હતા, પુષ્પા ના પ્રોમોએ પણ ગણતરીના કલાકોમાં રેકોર્ડ બ્રેક કર્યા બાદ ગુરુવારે આ ફિલ્મ રાજકોટના 10 જેટલા અને ગુજરાતના 175 મલ્ટિપ્લેક્સ રિલીઝ થતાની સાથે જ “યે પુષ્પા તો ફાયર હૈ”ની બૂમરાડો સાથે દર્શકો દિવાના થઈ ગયા હતા.


ઓટીટી પ્લેટફોર્મના આગમન બાદ થિયેટરોના વળતા પાણી જેવી હાલત થઈ ગઈ છે. લોકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ જોઈ રહ્યા હોવાથી દર્શકોની સંખ્યા થિયેટર સુધી પહોંચવામાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે. દિવાળી સમયે સિંઘમ અને ભુલભુલૈયા એ સિનેમા ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપ્યા બાદ પુષ્પા પાર્ટ ટુ એ થિયેટરોને બુસ્ટર ડોઝ આપ્યો છે.

કોસ્મોપ્લેક્સમાં પુષ્પા પાર્ટ 2 ના એક દિવસમાં 22 શો

પુષ્પા પાર્ટ ટુની ધમાકેદાર એન્ટ્રીથી થિયેટરોમાં દિવાળી આવી છે. કોસ્મોપ્લેક્સના સંચાલક અજય બગડાઇએ જણાવ્યું હતું કે, પુષ્પા પાર્ટ વન, કે.જી.એફ. બાદ ફરીથી પુષ્પા પાર્ટ 2 એ ધૂમ મચાવી છે. પ્રથમ દિવસે બાવીસ શો રાખ્યા હતા તે બધા જ હાઉસફૂલ ગયા હતા હજુ દસ દિવસ આ ફિલ્મ માટે લોકોનો આવો જ ક્રેઝ જોવા મળશે. સવારે સાત વાગ્યે પ્રથમ શો હતો તે પહેલા જ મોટી સંખ્યામાં દર્શકો થીએટર આવી પહોંચ્યા હતા.


દર કલાકે અડધો લાખ લોકો બુક માય શોમાં સર્ચ કરી બુકીંગ કરાવે છે

ત્રણ કલાક અને 20 મિનિટની લાંબી ફિલ્મ નિહાળીને લોકો થિયેટરમાંથી પણ ખુશી ખુશી બહાર આવ્યા હતા અને દર્શકોના મોઢામાંથી એક જ વાત નીકળતી હતી કે,ઝુકેગા નહિ સાલા…અને યે પુષ્પા તો ફાયર હૈ…. ઓનલાઇન બુકિંગ એપ બુક માય શો માંથી દર કલાકે ૫૦ હજારથી વધુ લોકો સર્ચ કરે છે અને શો બુક કરવા માંગે છે. થિયેટરના સંચાલકો ને પણ આશા છે કે આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ધરાવતી બની શકે તેમ છે.

બોક્સ 3 જામનગરમાં જેસીઆરમાં ટેકનિકલ ખામી આવી જતા  મોર્નિંગ શો સમયથી શરૂ ન થયાં દર્શકો વિફર્યા
જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલા જેસીઆર સિનેમામાં મોર્નિંગ શોમાં ટેકનિકલ ખામી આવી જતા મોર્નિંગ શો સમયથી શરૂ ન થતા દર્શકો વિફર્યા હતા. જેના લીધે પોલીસને બોલાવી પડી હતી અને ત્યારબાદ પોલીસે મામલાને થાળે પાડ્યો હતો.

વડોદરાના પીવીઆરમાં પણ બઘડાટી,પોલીસ બોલાવવી પડી

વડોદરાના માંજલપુરમાં આવેલા પીવીઆર થિયેટરમાં સવારે છ વાગ્યાનો મોર્નિંગ શો સમયથી શરૂ ન થયો હતો. તમારે પાંચ વાગ્યાથી દર્શકોથી થિયેટરમાં આવી પહોંચ્યા હતા પરંતુ શો સમયસર જરૂર ન થતા દર્શકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને બઘડાટી બોલાવી હતી. રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો બે કલાક આ શો મોડો શરૂ થયો હતો.

Share Article

Other Articles

Previous

રિઝર્વ બેંકે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં : રેપોરેટ 6.5 ટકા પર યથાવત

Next

ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક`નાથ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
14 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
14 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
14 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

પેપર કપમાં ચા અને કોફી પીવી હાનિકારક
હેલ્થ
2 વર્ષ પહેલા
લેબેનોનમા ઈઝરાયલના હવાઈ હુમલાઓથી મૃત્યુ આંક 585 ઉપર પહોંચ્યો, 50 બાળકો અને 90 મહિલાઓનો પણ સમાવેશ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટવાસીઓ ચેતજો !! વડાપાંઉ-ઘૂઘરા-પાણીપૂરીમાં ફૂડ પોઈઝન કરી દેતી ભેળસેળ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ યુવક કારના બોનેટ પર બેસીને સીન સપાટા કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર