Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

યુએઈએ ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા

Thu, August 20 2026

ખાડીમાં જહાજી પરિવહનને નિશાન બનાવ્યાનો આરોપ

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ)એ ઈરાન સાથેના તમામ વેપાર, વ્યાપારી વિનિમય અને નાણાકીય વ્યવહારો આગામી સૂચના સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ખાડી વિસ્તારમાં વધતા તણાવ અને તાજેતરની મિસાઇલ ઘટનાના પગલે લેવાયેલા આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ વધ્યો છે.

યુએઈના ગૃહ મંત્રાલયે મંગળવારે રહેવાસીઓને સંભવિત મિસાઇલ ખતરાની ચેતવણી આપતો મોબાઇલ એલર્ટ જારી કર્યો હતો, જેને થોડા સમય બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો. ત્યારબાદ યુએઈએ  ઈરાન તરફથી છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલો સમુદ્રી જહાજી પરિવહનને નિશાન બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમાંથી એક દેશની પ્રાદેશિક જળસીમા બહાર અને બીજી જળસીમાની અંદર સમુદ્રમાં પડી હતી. જોકે ઈરાને આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢી, આવા દાવા પ્રાદેશિક વિશ્વાસ અને સુરક્ષા પ્રયાસોને નુકસાન પહોંચાડતા હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ યુએઈ ઈરાનના હુમલાઓનું સૌથી મોટું નિશાન બન્યું હતું. યુએઈના જણાવ્યા મુજબ તે સમયગાળા દરમિયાન લગભગ 3,000 મિસાઇલ અને ડ્રોન તેના તરફ છોડવામાં આવ્યા હતા. જૂનમાં બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ હુમલાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે તે સમજૂતી તૂટી જતા ફરીથી તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં યુએઈની સરકારી તેલ કંપની એડનોક (ADNOC) સાથે સંકળાયેલા અનેક ટેન્કરોને પણ નિશાન બનાવવાના બનાવો સામે આવ્યા હોવાથી અબુ ધાબી સુરક્ષા મુદ્દે વધુ સતર્ક બન્યું છે.

આ પણ વાંચો: 80 %થી વધુ જહાજો ઓમાની માર્ગ વાપરીને બાયપાસ કરી રહ્યા છે, અનેક દેશોને હાશકારો

હોર્મુઝ મુદ્દે ઈરાનનું વલણ અક્કડ

ઈરાને ફરી સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે શાંતિ કરાર ન થાય ત્યાં સુધી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) બંધ રાખવાની તેની નીતિ યથાવત રહેશે. વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગોમાંના એક એવા હોર્મુઝ મારફતે જ યુએઈ સહિતના ખાડી દેશોમાંથી નીકળતું મોટાભાગનું તેલ અને ગેસ વિશ્વબજારમાં પહોંચે છે. ઈરાનના આ વલણને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને જહાજી પરિવહન અંગેની ચિંતાઓ વધુ ઘેરી બની છે. યુએઈએ પણ તાજેતરની મિસાઇલ ઘટનાને સમુદ્રી સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે, જ્યારે તેહરાન પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

વર્ષ 2027થી લોન લેવાની રીત બદલાશે, જાણો EMI પર પડશે કેવી અસર?

Next

80 %થી વધુ જહાજો ઓમાની માર્ગ વાપરીને બાયપાસ કરી રહ્યા છે, અનેક દેશોને હાશકારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
2 દિવસ પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
2 દિવસ પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

બીજી ટી-૨૦માં ઈંગ્લેન્ડે ઑસ્ટે્રલિયાને ચટાડી ધૂળ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સરફેશીનું શસ્ત્ર ! 28.57 લાખની બે મિલ્કતો જપ્ત કરાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
સાવજની ધરતી પર અવકાશના તારલાઓ ચમકશે : દેશના સૌથી વધુ અંધકારમય વિસ્તારમાં આભના રહસ્યો પર થશે રિસર્ચ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર