બે ગુનામાં દોષિત ઠરેલા પુત્ર રોબર્ટ હન્ટરને બાઈડેને ખુલ્લમ ખુલ્લા માફી આપી દીધી
રાષ્ટ્રપતિને મળેલા અધિકારનો ઉપયોગ કરી લીધો
કહ્યું,” ષડયંત્ર હતું,મારા પુત્રને બલી નો બકરો બનાવાયો હતો”
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે તે પહેલા વિદાય રહેલા પ્રમુખ જો બાઇડેને પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી બે ગુનામાં દોષિત ઠરેલા તેમના પુત્ર રોબર્ટ હન્ટર બાઇડેનને માફી આપી દીધી હતી. એ બંને ગુના બદલ
ડિસેમ્બર મહિનામાં અદાલતો સજા સંભળાવવાની હતી પરંતુ તે પહેલા જ માફી મળી જતા હન્ટરને હવે સજા નહીં થાય અને જેલમાં પણ નહીં જવું પડે.
રોબર્ટ હન્ટર બાઇડેન સામે ગન સંબંધિત અને કરચોરીના ગુના નોંધવામાં આવ્યા હતા. બંને ગુનામાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હન્ટર બાઈડેને ગન ખરીદતી વખતે પોતે નશાનો બંધાણી ન હોવાનું ખોટું સોગંદનામુ રજૂ કર્યું હતું. બીજી તરફ ચીન સાથેના વ્યાપાર વિનિમયમાં ટેક્સ અને મની લોન્ડરિંગ કાયદાના ભંગ બદલ પણ તેની સામે ગુનો દાખલ થયો હતો.ચીનના એનર્જી ક્ષેત્રના માંધાતા યે જીઆનમિંગ અને તેની કંપની સીઈએફસી ચાઇના એનર્જી દ્વારા હન્ટર બાઈડેનને વાયર ટ્રાન્સફર દ્વારા 4.79 મિલિયન ડોલર મળ્યા હોવાનો અને તેઓ 1.4 મિલિયન ડોલરનો ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાનો આરોપ હતો. તે ગુનામાં 2018માં દેલાવાર ના એટર્ની જનરલ ડેવિડ વેઇસ દ્વારા તેમની સામે આરોપનામુ મૂકવામાં આવ્યું હતું. બાદમાં એફબીઆઈ દ્વારા હન્ટર બાઇડેડ નું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું.
બાઈડેને 52 પાનાનું શ્વેત પત્ર જારી કરી પોતાના નિર્ણયના બચાવ કર્યો
બાઈડેને તેના પુત્રને માફી આપવાના નિર્ણય અંગેના કાનનો જણાવતું ‘ ધ પોલિટિકલ પ્રોસિટ્યુશન ઓફ હન્ટર બાઈડેન’ નામે 52 પાના નું શ્વેત પત્ર જાહેર કર્યું હતું. બાઈડેને કહ્યું કે મારા પુત્ર સામે રાજકીય કારણોસર કામ ચલાવવામાં આવ્યું હતો. આવા જ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય નાગરિકો કરતા મારા પુત્રને અલગ રીતે ટ્રીટ કરવામાં આવતો હતો. કોંગ્રેસમાં મારા હરીફોએ કરેલા ષડયંત્ર બાદ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની મિલીભગતથી આ કેસ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગન ખરીદતી વખતે ભરેલા ફોર્મ બદલ અમેરિકાના ઇતિહાસમાં કોઈની સામે ગુનો નહોતો નોંધાયો પણ મારા પુત્ર સામે નોંધાયો. જો બાઇડેને તેમને ચૂંટણી લડતા રોકવા માટે તથા તેમને તથા તેમના પુત્રને તોડી પાડવા માટે આ કેસ કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાષ્ટ્રપતિને માફી આપવાનો અધિકાર ટ્રમ્પ અને ક્લિન્ટને પણ માફી આપી હતી
અમેરિકાના બંધારણની કલમ 2 (2/1) હેઠળ મહાભિયોગ સિવાયના યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના સંઘીયા ગુના માટે દોષિત થયેલી વ્યક્તિને માફી આપવાનો રાષ્ટ્રપતિને અધિકાર આપવામાં આવ્યો છે.
એમાંથી અદાલત દ્વારા સજા સંભળાવ્યા પહેલા કે સજા સંભળાવી દીધા પછી પણ આપી શકાય છે.
એ માફી મળ્યા બાદ ગુનેગાર ઠરેલ વ્યક્તિ મત આપવાનો, જાહેરઓ ધરાવવાનો અને પોતાના હથિયાર રાખવાનો અધિકાર પુનઃ પ્રાપ્ત કરે છે. જોકે તે ગુનેગાર ઠરીયા હોવાનો રેકોર્ડ યથાવત રહે છે. અમેરિકાના પ્રમુખો તેમને મળેલા આ વિશેષ અધિકારનો છૂટથી ઉપયોગ કરતા રહ્યા છે. આ અગાઉ પણ અનેક પ્રમુખો પોતાના કુટુંબના સભ્યોને માફી આપી ચૂક્યા છે. બિલ ક્લિન્ટને તેના સગા ભાઈ રોજરને ડ્રગ સંબંધી ગુનામાં માફી હતી. એ માફી મળ્યા બાદ રોજરનો એક વર્ષે જેલમાંથી છુટકારો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેની પુત્રી ઇવાંકાના પતિ જારેદના પિતા ચાર્લ્સ કુશનરને
શ્રેણીબદ્ધ ગંભીર ગુનાઓમાં માફી આપી હતી. તેમની સામે સાક્ષી ફોડવાના, કરચોરીના તેમજ ગેરકાઇ બે ચૂંટણી ફંડ મેળવવાના ગુનાઓ હતા. કુશનર રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે પણ જોડાયેલા છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જીમી કાર્ટરે પણ તેના ભાઈ બીલી કાર્ટરને આર્થિક ગુનામાં માફી આપી દીધી હતી.
જો બાઇડેન બોલીને ફરી ગયા ફરજ ઉપર પુત્ર મોહ હાવી થઈ ગયો
જૂન મહિનામાં હન્ટર બાઈડેનને દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ
હન્ટરને માફી નહીં આપવામાં આવે તેવી ઘોષણા કરી હતી. એ સમયે બાઈડેને કહ્યું હતું,” મને મારા પુત્ર ઉપર ગર્વ છે. હું જ્યુરીના નિર્ણયને માન આપું છું. હું મારા પુત્રને માફી નહીં આપું. અન્ય નાગરિકની જેમ જ તેણે સજા ભોગવવી પડશે”. જોકે અંતે તેમણે પુત્રને માફી આપી જ દીધી.
બાઇડેન ના પુત્રને 17 અને 24 વર્ષની સજા પડી શકે તેમ હતી
અમેરિકી કાયદા મુજબ ટેક્સ ચોરી બદલ 17 વર્ષની અને હથિયાર તારા ના ભંગ બદલ 25 વર્ષની સજાની જોગવાઈ છે. બાઈડેને માફી ના આપ્યો હોત તો તેમના 54 વર્ષના પુત્રને બાકીની આખી જિંદગી જેલમાં વિતાવવી પડી હોત. અત્રે યાદ કરવું જરૂરી છે કે હન્ટર બાઇડેન નશાનો બંધાણી હતો. તેમાંથી છૂટવા માટે તેણે ટ્રીટમેન્ટ લેવી પડી હતી. એ સમયગાળા દરમિયાન તેણે ગનની ખરીદી કરી હતી.
ન્યાયની કસવાવડ, શું બાઇડેન J 6 બંઘકોને માફી આપશે? ટ્રમ્પ
પુત્રને માફી આપવાના બાઈડેનના કૃત્યને ડોનાલ્ડ ટ્રમ્પે
ન્યાયની કસુવાવડ સમાન ગણાવી અને પ્રશ્ન કર્યો હતો કે શું બાઈડેન કેપિટોલ હોલ પરના હુમલા કેસમાં જેલમાં રહેલા કેદીઓને માફ કરશે? નોંધનીય છે કે 6 જૂન 2021 ના રોજ કેપિટોલ હોલ ઉપર થયેલા હુમલાના દોષિતોને ડોનાલ્ડ ટ્રમ્પ કેદી નહીં પરંતુ બંધક ગણાવે છે. છઠ્ઠી જાન્યુઆરીએ ઘટના બની હોવાથી એ કેદીઓને ટ્રમ્પ J 6 hostage ગણાવે છે. ટ્રમ્પના કહેવા મુજબ દોષિત થયેલા લોકો રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા હતા. એવું માનવામાં આવે છે કે પ્રમુખ પદ સંભાળ્યા બાદ એ બધા કેદીઓને ટ્રમ્પ માફી આપી દેશે.