રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણના મોત
શહેરમાં હૃદય બંધ પડી જવાની ઘટનાઓ યથાવત રહી છે.તેમ વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે.જેમાં રૈયાધારમાં રહેતો અવિનાશભાઈ કાંતિલાલ વાઘેલા (ઉ.વ.૩૧) બીગ બાઝાર પાછળ એપી પાર્કમાં કર્ણાવતી પગરખા નામના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય સાજે નોકરી પર હતો. ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિં દમ તોડી દીધો હતો.બીજા બનાવમાં મવડી પ્લોટ વિનાયકનગર-૯માં રહેતો શાંતિભાઈ ભીમાભાઈ ગોરાસવા (ઉં.વ.૩૦) નામનો યુવાન સવારે ચારેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું તે ગાડીના શો રૂમમાં નોકરી કરતો હતો. ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતો. અને અપરણિત હતો.જ્યારે તબીબોએ તેને હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ ગોવિંદનગર-૫માં રહેતા ભાવેશભાઇ ગોવિદભાઈ સોઢા (ઉ.વ.૪૭) ઘરે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ અહિં મૃત્યુ થયું હતું તે પાંચ ભાઈમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ,ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ કરવી જરૂરી કાગળો કર્યા હતા.