અણુ હથિયાર વાપરવાની પુતિનની ધમકી બાદ અમેરિકાએ યુક્રેનમાં એમ્બેસી બંધ કરી
અમેરિકન નાગરિકોને સંભવિત હુમલા સામે એલર્ટ કર્યા
હુમલાના ડરથી નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્કના રહેવાસીઓએ જીવનજરૂરી ચીજવસ્તુઓઓ સંગ્રહ શરુ કર્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હુમલાની ધમકી આપ્યા બાદ અમેરિકાએ યૂક્રેનમાં આવેલી એમ્બેસી અસ્થાયી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. એમ્બેસીએ સત્તાવાર નિવેદન જાહેર કરી કીવના દૂતાવાસમાં કામ કરતા સ્ટાફને કામકાજ બંધ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને પણ સંભવિત હવાઈ હુમલાથી બચવા સાવધાન રહેવા કહેવાયું છે.
પુતિને બેલેસ્ટિક મિસાઈલથી કરાયેલા હુમલાનો ન્યૂક્લિયર એટેકથી જવાબ આપવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં હવે એવી ચર્ચા થી રહી છે કે, શું રશિયા યુક્રેન પર ન્યુક્લિયર એટેક કરશે ? નિષ્ણાંતોનું કહેવું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર જેલેન્સ્કી એ બેલેસ્ટિક હુમલો કરીને લક્ષ્મણ રેખા ક્રોસ કરી છે. આ જ કારણે ન્યુક્લિયર વૉરના ખતરાને ધ્યાને રાખી યૂરોપીયન દેશો એલર્ટ પર આવી ગયા છે. નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્કના રહેવાસીઓએ જીવનજરૂરી ચીજવસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. બીજીતરફ રશિયામાં N-Resistant મોબાઈલ બંકર બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.
અમેરિકાના પ્રમુખે તાજેતરમાં જ રશિયા વિરુદ્ધ લાંબા અંતર સુધી ઝીંકી શકાય, તેવા મિસાઈલ હુમલાને મંજૂરી આપી હતી. એટલે કે તેણે યુક્રેનને રશિયાની અંદર સુપરસોનિક મિસાઈલ ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે. અમેરિકાના નિર્ણય બાદ પુતિનનો ગુસ્સો સાતમાં આસામાને પહોંચી ગયો છે અને તેમણે પરમાણુ હુમલાના નિયમો બદલી નાખ્યા છે. પુતિને જાહેરાત કરી છે કે, ‘જો યુક્રેન પુલેસ્ટિક મિસાઈલ ઝીંકશે તો અમે પરમાણુ હુમલો કરીશું.’