Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શાદી મુબારક: બે મહિનામાં રાજકોટની વેડિંગ ઇન્ડસ્ટ્રીઝનો 600 કરોડનો વેપાર

Wed, November 20 2024

વર-વધૂ સાથે લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ માટે પણ શુભઅવસર:ફ્લાવર,મંડપ ડેકોરેશન, વિડીયોગ્રાફી, સાઉન્ડ સિસ્ટમ, બ્યુટીશન ગોર મહારાજ અને કેટરિંગના ધંધાર્થીઓને ધૂમ ઓર્ડરો



અમારા આંગણિયે આવ્યો રૂડો અવસર….. તહેવારો પૂરા થતાની સાથે જ સૌથી મોટી ઈવેન્ટ એટલે કે લગ્નપ્રસંગની મોસમ પુરબહારમાં શરૂ થઈ છે, વર કન્યા ની સાથે એક પ્રસંગ 10 હજાર લોકો માટેનો પ્રસંગ બની જતો હોય છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં એક લગ્ન સાથે હજારો લોકોનો જીવનનિર્વાહ ચાલે છે. આ વર્ષે રાજકોટની વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ માત્ર બે મહિનામાં 600 કરોડથી વધારેનો વેપાર કરશે, જેમાં ગોર મહારાજથી લઈને ફ્લાવર,મંડપ ડેકોરેશન, વિડીયોગ્રાફી, સાઉન્ડ સિસ્ટમ, બ્યુટીશન ગોર મહારાજ અને કેટરિંગના ધંધાર્થીઓને આ વર્ષે શાદી મુબારક બની છે.


ચાર વર્ષ બાદ વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ ફુલફ્લેશમાં અનલોક થઈ ગઈ છે. રાજકોટમાં બે પ્રકારમાં લગ્ન થાય છે જેમાં સમૂહ લગ્ન અને વ્યક્તિગત રીતે જે પરિવારમાં પ્રસંગ યોજાય છે તે પણ ધામધૂમથી યોજાતા થઈ ગયા છે. કોરોના પછી લોકોની હવે પ્રસંગ અને તહેવારને લઈને ઉજવણીની માનસિકતા બદલાઈ ગઈ હોવાનું જણાવતાં રાજકોટ મંડપ ડેકોરેશન એસોસિએશનના ચેરમેન અને જાણીતા ગણેશ મંડપ ડેકોરેશનના દીપકભાઈ પટેલે “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં પરંપરાગત લગ્ન સાથે હવે વેસ્ટન સ્ટાઇલથી પણ મેરેજ સેલિબ્રેશન થાય છે. રિસેપ્શનની જગ્યાએ હવે આફ્ટર વેડિંગ પાર્ટી અને પ્રી વેડિંગ પાર્ટીએ સ્થાન લઈ લીધું છે.


સુખી સમૃદ્ધ પરિવાર માટે લગ્ન એટલે એક દિવસ નહીં પણ પાંચથી છ દિવસનું વેડિંગ પેકેજ હોય છે જેમાં મોટાભાગના લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરતા થઈ ગયા છે અને જો એ લોકો રાજકોટમાં લગ્ન કરે છે તે લગ્ન લખવાથી લઈ હલ્દી અને મહેંદી ની રશમ,બેચલર પાર્ટી, ગરબા સાથે બોલીવુડ પાર્ટી નો પણ ટ્રેન્ડ રીતે દિવસે વધી ગયો છે. એક દિવસના પ્રસંગમાં પરિવર્તન આવ્યું છે જેમાં થીમ બેઇઝ પ્રોગ્રામ નક્કી કરવામાં આવે છે, રીત રિવાજ સાથે તેમાં અલગ થીમ,ગેઇમ્સ અને એન્ટરટેનમેન્ટ સામેલ થઈ ગયુ છે.

બ્રાઇડ-ગ્રુમ માટે સ્પેશિયલ એન્ટ્રી,રિઅલ ફલાવરથી ડેકોરેશનની ડિમાન્ડ
ગણેશ મંડપ સર્વિસના દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે હવેના મેરેજ કે આફ્ટર પાર્ટી વર અને વધુ માટે સામાન્ય નહીં પણ એક્સક્લુઝીવ એન્ટ્રી કરાવવામાં આવે છે જેના આઈડિયા માટે લાખો રૂપિયા ઇવેન્ટ કંપનીઓને આપવામાં આવતા હોય છે. લાઈટ શાવર, ફ્લાવર શાવર તો હવે રાજકોટમાં સ્પેશિયલ ક્રેન દ્વારા મંડપમાં એન્ટ્રી કરાવવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટમાં પણ આર્ટિફિશિયલ ના બદલે હવે રિયલ ફ્લાવર અને ડિમાન્ડ વધી છે. મંડપમાં જે પ્રસંગ હોય તેની થીમ મુજબ ડેકોરેશન થાય છે જેમ કે મહેંદી અને હલ્દીની રસમમાં મિરર થીમ તો પછી લગ્નમાં વર વધુના ફોટા સાથે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડેકોરેશન કરવામાં આવે છે.

આફ્ટર વેડિંગ પાર્ટી: વિદેશી ડાન્સરો ધૂમ મચાવે છે
એક સમય હતો કે લગ્ન પછી વરવધુના સત્કાર સમારોહ એટલે કે રિસેપ્શન યોજાય છે. જેમાં હવે થોડો બદલાવ આવ્યો અને પ્રિ વેડિંગ પાર્ટી યોજાય છે, જેમાં પણ હવે લોકોની પસંદગી બદલાય છે અને હવે આફ્ટર વેડિંગ પાર્ટી નું આયોજન શરૂ થયું છે જેમાં બોલીવુડ અને હોલીવુડ ફિલ્મ આધારિત ડાન્સ પાર્ટી રાખવામાં આવે છે, રશિયન ડાન્સ ગ્રુપ બોલાવાય છે અને યુક્રેઇનનું બેન્ડ પણ રાજકોટમાં ઘણાં પ્રસનગોમાં આવે છે.

હવે માસ્ટર ડીગ્રી ધરાવતાં એક નહિ પણ 11 ભૂદેવોનો આગ્રહ રાખે છે
લગ્ન પ્રસંગ ની ઉજવણીમાં જે રીતે અને પરિવર્તન આવ્યા છે તેમાં લગ્નની વિધિમાં પણ હવે ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે જેમાં અત્યાર સુધી એક ગોર મહારાજ લગ્નની સંપૂર્ણ વિધિ કરાવે છે. આ વિશે દીપકભાઈ કહે છે કે ઘણા પરિવારો એક નહીં પણ 11 જેટલા બ્રાહ્મણોને બુક કરાવે છે અને એ પણ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા બ્રાહ્મણો કે જે વૈદિક અને પુરા સંસ્કૃતના શ્લોક સાથે લગ્ન વિધિ કરાવવાનો આગ્રહ રાખે છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, અણધાર્યા લાભ થશે ; સમસ્યાનો ઉકેલ આવશે

Next

લકઝરિયસ હોટેલમાં ડૉક્ટરો માટે દરરોજ થાય છે ટેબલ મિટિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
7 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
7 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
7 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

એડમિશન કે ટ્યુશન ફી ઉઘરાવશે તો ખાનગી સ્કૂલો સામે થશે કડક કાર્યવાહી: DEOને દેખરેખ રાખવા FRCની સૂચના
ગુજરાત
3 મહિના પહેલા
કેન્દ્ર સરકાર ઓલા -ઉબેર જેવી સહકાર ટેક્સી સેવા શરૂ કરશે
ગુજરાત
11 મહિના પહેલા
જુગારીઓને છોડાવવા થોરાળા પોલીસ સ્ટેશનને બાનમાં લઈ હુમલાનો પ્રયાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ચોખવટ, વિધાનસભાની ચુંટણી પાછી નહીં ઠેલાય
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર