Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આ વર્ષે રામકથા : વડીલ અને વૃક્ષ માટે દર વર્ષે ‘સદભાવના’

Mon, November 18 2024

પૂ.મોરારીબાપુની કથા પૂર્વે જ પર્યાવરણ યજ્ઞમાં 500 જેટલા દાતાઓએ આપી આહુતિ: હજારો લોકોના યોગદાનથી 151 કરોડ વૃક્ષ વાવેતર સાથે ગ્રીનભારતમાં રાજકોટ બનશે નિમિત્ત:રામકથા માટે 3000થી વધુ લોકો સેવારત

વડીલ અને વૃક્ષ બંને છાંયો આપે છે,વૃક્ષો અને વડીલોના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ બાદ પૂજ્ય મોરારીબાપુની રામકથા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે સદભાવના વૃદ્ધાશ્રમના આ સેવાયજ્ઞમાં રાજકોટીયન્સ આહુતિ આપી રહ્યા છે. બે લાખ ચોરસ ફૂટ જગ્યામાં રેસકોર્સનાં વિશાળ ગ્રાઉન્ડમાં આગામી તારીખ 23 મીથી રામકથા શરૂ થાય તે પહેલા જ પર્યાવરણ જાળવણીના આ યજ્ઞમાં 500 થી વધુ પર્યાવરણપ્રેમીઓ વૃક્ષોનું જતન અને ઉછેર કરવા માટે આગળ આવ્યા છે. કથા પૂર્વે જ પ્રથમ તબક્કામાં 500 જેટલા લોકોએ વૃક્ષ વાવવાના દાતા બન્યા છે જેમાં 10 થી લઈ 500 જેટલા વૃક્ષ માટે ‘વૃક્ષદાતા’બન્યાં છે.


વૃદ્ધો અને વૃક્ષોના શુભ અર્થે સદભાવના વૃદ્ધાશ્રમ નિમિત બન્યું છે, 650 થી વધુ નિરાધાર અને ની:સહાય વડીલો માટે આધાર બનેલા સદભાવના દ્વારા જામનગર રોડ પર 300 કરોડના ખર્ચે 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તે માટે રામપર ખાતે 30 એકર જગ્યામાં નવું અધ્યતન વૃદ્ધાશ્રમ આકાર પામશે. વૃદ્ધો ઉપરાંત શ્વાસ લેવામાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા છે તે પર્યાવરણની જાળવણી માટે સદભાવના ટ્રસ્ટ મિશન ઉપાડ્યું છે. જેમાં પ્રથમ ચરણમાં મોરારીબાપુની વૈશ્વિક રામકથા મળી હોવાનું સદભાગ્ય છે તેમ જણાવતા સદભાવના વૃદ્ધાશ્રમનાં ટ્રસ્ટીઓએ કહ્યું કે, ના ભૂતો ના ભવિષ્ય પ્રકારનું દિવ્ય આયોજન થયું છે જેમાં દેશ-વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ,દાતાઓ નો ખૂબ જ સહયોગ રહ્યો છે.


વડીલોની સાથે વૃક્ષોને પણ દતક લેવા માટે લોકોએ સામેથી પહેલ કરી છે હજુ તો કથા શરૂ નથી થઈ ત્યારે જ 500 થી વધુ લોકોએ પોતાના નામ લખાવી ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવી દીધા છે જેમાં પાંચ વૃક્ષથી લઇ 500 વૃક્ષ માટેના દાતા બન્યા છે. સમગ્ર દેશમાં 151 કરોડ વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સદભાવના વૃદ્ધાશ્રમનો ધ્યેય રહેલો છે. જ્યારે આવનારી પેઢી ગૂગલ મેપ પરથી સર્ચ કરે તો ગ્રીન ભારત જ દેખાવું જોઈએ તેવા સ્વપ્ન સાથે આ રાહ પર બધાના સથવારે અમે આગળ વધી રહ્યા છે.
રામકથા બાદ અમે એવું નક્કી કર્યું છે કે દર વર્ષે રાજકોટ તેમજ અન્ય શહેરોમાં પણ પર્યાવરણની જાળવણી અને વડીલોની માવજત માટે આ પ્રકારનું આયોજન કરીશું, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું તેના પિંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂક્યું છે મિયાવાકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, અમારી ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા દાતાઓથી માંડીને શુભેચ્છકો સુધીની રહેલી છે, તેમ છતાં સૌથી વધારે યોગદાન રહ્યું હોય તો વૃક્ષોના વાવેતરમાં 1600 જેટલા લોકોએ તેમની મહેનતથી માવજત કરી લીલાછમ વૃક્ષો સાથે ઘટાદાર બનાવ્યા છે. 400 જેટલા ટેન્કર અને 400 ટ્રેક્ટર આ ઝુંબેશમાં તાલ મિલાવી રહ્યા છે.

રૂ.3000 સાથે આપ પણ ‘વૃક્ષદાતા’બની શકો છો..

વૃક્ષો અને વડીલોના લાભ માટે વૈશ્વિક રામકથા શરૂ થવા જઈ રહી છે જેમાં લોકો વડીલોને પણ દત્તક લઈ શકશે, વૃક્ષો માટે પણ દાતા બનવાનું ખાસ મોકો મળ્યો છે. આપણે આપણા ઘરે તો નર્સરી કે અલગ અલગ પ્લાન્ટ વાવીએ છીએ. પર્યાવરણ આપણી સંપત્તિ છે, પર્યાવરણ હશે તો જ આપણી સૃષ્ટિ બચી શકશે, જ્યારે આપણા ઘર આંગણે સદભાવના આશ્રમ દ્વારા ભારતને હરિયાળુ બનાવવા માટે દેશવ્યાપી શરૂ થઈ છે તો માત્ર 3000 રૂપિયાના અનુદાન સાથે કોઈપણ વ્યક્તિ વૃક્ષદાતા બની શકે છે. જેમાં વૃક્ષોને દરરોજ પાણી અને 15 દિવસે ખાતર સાથે નાના એવા રોપાથી ઘટાટોપ વૃક્ષ બનાવવાની જવાબદારી સદભાવના આશ્રમ સંભાળશે. જે વૃક્ષો વવાશે તેનો આયુષ્ય પણ સો વર્ષ કરતાં પણ વધુનું રહેશે જેમાં લીમડો, પીપળો,વડ જેવા વૃક્ષોનું વાવેતર થશે.

ફતેપરથી 1000 વૃક્ષારોપણનું બીજ હવે વટવૃક્ષ બની ગયું,10 વર્ષમાં 30 લાખનું વાવેતર


આઝાદીના 75 વર્ષ બાદ પણ વૃક્ષોનું વાવેતર થાય છે પણ એને એ જ જગ્યાએ દર વર્ષે વૃક્ષોનું વાવેતર થતું હતું, વર્ષો જૂની શાળાઓમાં પણ એને એ જ ખાડામાં ઝાડ અવાય છે પણ તે ઉગતા ન હતા. આથી પોતાના ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ આજે આખા ગુજરાત અને દેશ સુધી વિસ્તરી ગયો છે.ગ્રીનમેન તરીકે ઓળખાતા વિજયભાઈ ડોબરીયાએ પર્યાવરણ માટેનું વાવેલું બીજ આજે વટવૃક્ષ બની રહ્યું છે
એક  દશકા પહેલાં પડધરી પાસે આવેલા ફતેપર ગામમાં 1000 વૃક્ષારોપણથી શરૂ કરેલા આ કાર્યોમાં અત્યારે 30 લાખ વૃક્ષોનો વાવેતર થઈ ચૂક્યું છે,ધીમે ધીમે દેશભરમાં 150 કરોડ વૃક્ષ વાવેતર માટેની મુહિમ આગળ વધી રહી છે જેમાં મોરારીબાપુની રામકથા પ્રાણ પુરી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટિકુભા) સાથે જમવાના બિલ બાબતે ઝગડો કરી સની પાજી અને તેના સાગરીતોએ છરી વડે હુમલો કર્યો, ડે.મેયર અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

Next

ડૉક્ટર-ફાર્મસી વચ્ચે સાંઠગાંઠ: રાજકોટમાં દર્દીઓને ચીરી નાખતી કમિશનની ઉઘાડી પ્રેક્ટિસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત
ગુજરાત
1 મહિના પહેલા
રાજકોટમાં અસહ્ય તાપ અને બફારો : 42 ડિગ્રી તાપમાન
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈરાને ઈઝરાયલ પર મોડી રાતે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો ; ધારાસભ્ય કિરણ ચૌધરી આવતીકાલે ભાજપમાં જોડાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર