‘Bhool Bhulaiyaa 4’માં અક્ષય કુમાર અને કિયારા અડવાણીની એન્ટ્રી !! ‘ખિલાડી’ રૂહબાબાને આપશે ટક્કર
દિવાળીના અવસર પર કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ રીલીઝ થઈ છે અને દર્શકોનો પ્રેમ આ ફિલ્મને મળી રહ્યો છે. લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’નું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. ‘ભૂલ ભુલૈયા 2’માં કિયારા અડવાણી કાર્તિક આર્યન સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્રીજા ભાગમાં, કિયારા અડવાણીને તૃપ્તિ ડિમરી દ્વારા બદલવામાં આવી હતી અને આમાં, નિર્માતાઓ મંજુલિકાના રૂપમાં વિદ્યા બાલનને પણ પાછા લાવ્યા હતા. ‘ભૂલ ભુલૈયા 3’ની સફળતા બાદ હવે મેકર્સ તેનો આગામી ભાગ બનાવવા માટે સખત પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે ‘ભૂલ ભુલૈયા 4’ વિશે મોટી હિંટ આપી છે કે તેમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી જોવા મળી શકે છે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 4’ વિશે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ પણ હશે. ચોથા ભાગમાં કાર્તિક આર્યન સાથે અક્ષય કુમાર અને કિયારા અડવાણી પણ જોવા મળશે. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારને ‘ભૂલ ભૂલૈયા 4’નો આઈડિયા પસંદ આવ્યો છે. બાકીની બાબતો વાર્તાની માંગ પર આધાર રાખે છે.
કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં બોક્સ ઓફિસ પર 150 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અજય દેવગનની ‘સિંઘમ અગેન’ પણ આ ફિલ્મ સાથે સિનેમાઘરોમાં ટકરાઈ હતી. બંને ફિલ્મો દર્શકોને પસંદ આવી છે અને બોક્સ ઓફિસ પર તેમની કમાણી પણ સારી રહી છે. બીજી તરફ અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં જોવા મળ્યો હતો.