ડિપાર્ટમેન્ટએ એડવાઇઝરી કરી જાહેર:ડેટાની વિશ્વાસનીયતા વધારવા, રિટર્નના બેકલોગ ને ઘટાડવા માટે પ્રયાસ
ત્રણ વર્ષ પછી જીએસટી રિટર્નને લઈ કેટલાક ફેરફારો આવવાની સંભાવના છે. જોકે આ નવા નિયમો આગામી વર્ષથી શરૂ થાય તેવી શક્યતાઓ છે. વર્ષ 2025 થી જીએસટી ના પોર્ટલમાં ફેરફાર થશે જેનાથી કરદાતાઓને એવી સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે જીએસટી રિટર્ન ફાઇલ કરી લે.
કરવેરા સલાહકારોના મત અનુસાર, જીએસટી ડિપાર્ટમેન્ટ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે આ ફેરફાર હેઠળ ત્રણ વર્ષની સમય મર્યાદા પછી જીએસટી રિટર્ન ભરવા પર પ્રતિબંધ છે. ડેટાની વિશ્વાસનીયતા વધારવા અને જીએસટી સિસ્ટમમાં ભરાયેલા રિટર્નના બેકલોગ ને ઘટાડવા માટે આ પ્રયાસ કરવામાં આવશે.
જીએસટીએનએ તાજેતરમાં એક એડવાઈઝરી બહાર પાડી હતી જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે જીએસટી સેલ્સ સિવાય, નવા નિયમ લેણાની ચુકવણી, વાર્ષિક રિટર્ન અને ટેક્સ કલેક્શન સંબંધીત રિટર્ન પર લાગુ કરાશે. રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખથી ત્રણ વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ રિટર્ન ભરવા પર પ્રતિબંધ રહેશે.