Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દિવાળી ટાણે જ હેલ્મેટનો બોજો

Mon, October 21 2024

હાઈકોર્ટના આદેશથી સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત થયા પણ સાથે સાથે સામાન્ય જનતાને પણ દંડ
પહેલાં જ દિવસે પોલીસ, કલેક્ટર અને મહાપાલિકાના ૪૫૦થી વધુ કર્મચારીઓ દંડાયા
રાજકોટ સહિત મોટા શહેરોમાં ચેકિંગ શરૂ થતાં જ લોકોમાં કચવાટ
આજથી રાજકોટમાં હેલ્મેટ વગર નીકળતાં ટુ-વ્હીલર ચાલકોને ઝપટે' લેશે પોલીસ-આરટીઓ

એક બાજુ દિવાળીની ઉજવણીનો ઝગમગાટ બજારમાં શરૂ થઈ ચૂક્યો છે બરાબર ત્યારે જ સરકાર દ્વારા લોકોના માથે હેલ્મેટનો બોજો નાખવામાં આવતાં જબરદસ્ત કચવાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ હાઈકોર્ટે હેલ્મેટને લઈને ઢીલું વલણ દાખવવા બદલ સરકારનોઉધડો’ લઈ નાખતાં સરકાર દ્વારા સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી બનાવી દીધો હતો અને અનેક કર્મચારીઓને દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-ગાંધીનગર દ્વારા આજથી દરેક ટુ-વ્હીલર ચાલક માટે હેલ્મેટ અને ફોર-વ્હીલર ચાલક માટે સીટબેલ્ટ ફરજિયાત કરવામાં આવતાં પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી, મહાપાલિકા કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓમાં સવારથી જ પોલીસ અને આરટીઓની ટીમ ગોઠવાઈ ગઈ હતી અને હેલ્મેટ પહેર્યા વગર કચેરીમાં પ્રવેશ કરતાં કર્મચારીઓને ઉભા રાખી રાખીને દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ રીતે ૪૫૦થી વધુ કર્મીઓએ દંડ ભરપાઈ કરવો પડ્યો હતો.
આ ડ્રાઈવને એક જ દિવસ થયો ત્યાં વાહન વ્યવહાર કમિશનર-ગાંધીનગરની કચેરી દ્વારા નવો પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવાયો હતો જેમાં જણાવ્યા પ્રમાણે વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા-મૃત્યુના બનાવો ધ્યાને લેતાં દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ગુજરાતમાં અકસ્માત નિવારણના હેતુસર ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહન ચલાવતા વાહન માલિકો દ્વારા હેલ્મેટ-સીટ બેલ્ટના ઉપયોગ અંગે મોટર વાહન કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે સ્પેશ્યલ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવે. આ પ્રકારનો આદેશ છૂટતાં જ આરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા દંડરૂપી હથિયારની ધાર' સજાવવાનું શરૂ કરી દેવાયું હતું અને આજથી આ હથિયારનોઉપયોગ’ પણ શરૂ કરી દેવામાં આવશે !

હેલ્મેટ ન પહેર્યું હોય તો ૫૦૦નો દંડ
સરકારી કચેરીઓ બાદ આજથી આરટીઓ તેમજ પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવશે અને હેલ્મેટ વગર નીકળનારા ચાલકો પાસેથી ૫૦૦ રૂપિયાના દંડની વસૂલાત કરાશે એટલા માટે લોકોએ દંડથી બચવા માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બની જશે.

સરકારી કચેરીઓની સાથે ટીમ બનાવી અલગ-અલગ રસ્તે કરાશે ડ્રાઈવ: ખપેડ
પોલીસ દ્વારા હેલ્મેટનો દંડ વસૂલાઈ જ રહ્યો છે, ઝુંબેશ વધુ સઘન બનશે: ડીસીપી
`વોઈસ ઓફ ડે’ દ્વારા આરટીઓ ઈન્સપેક્ટર કે.એમ.ખપેડને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓની બહાર તો નિયમિત રીતે ચેકિંગ ડ્રાઈવ ચાલશે પરંતુ નવા પરિપત્રને પગલે આજથી અલગ-અલગ ટીમ બનાવી અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ કરાશે. જ્યારે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઘણા સમયથી હેલ્મેટ નહીં પહેરવા અંગે દંડ વસૂલાઈ રહ્યો છે ત્યારે આજથી ઝુંબેશ વધુ સઘન બનાવી ડ્રાઈવ કરાશે. નવો પરિપત્ર સામાન્ય જનતાને અસરકર્તા હોવાથી હવે દરેક ટુ-વ્હીલરચાલક પાસે કાયદાનું પાલન કરાવાશે.

Share Article

Other Articles

Previous

પંચાયત-પાલિકાની ચૂંટણી પ્રક્રિયા બનશે હાઈટેક

Next

અભિનેતા સલમાન ખાનને ₹5 કરોડ માટે ધમકી આપનારે બીજો મેસેજ મોકલીને માફી માગીને કહ્યું ભૂલથી કર્યો હતો મેસેજ, ઝારખંડમાં લોકેશન નીકળતા પોલીસ દોડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
14 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
51 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
52 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ઓખાના દરિયામાંથી પાકિસ્તાની બોટ સાથે 13 ખલાસી પકડાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘આતંકીઓના આકા, મારો અવાજ સાંભળો’…કારગીલ વિજય દિવસ પર PM મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી
નેશનલ
11 મહિના પહેલા
રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ધરમ નગર આવાસ ક્વાટરમાં નવજાત બાળક કચરાના ડબ્બામાંથી મળ્યું : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર : 13 શહેર તો માત્ર ભારતના, દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર