આ વર્ષે મંજૂરી અપાયેલી નવી 189 સ્કૂલોને 30 નવે. સુધીમાં બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ
આવતા સપ્તાહથી ડી.ઇ.ઓ.દ્વારા સ્થળ વિઝીટ:જો તપાસ દરમિયાન કોઈ ખામી કામે આવશે તો સ્કૂલની કામચલાઉ મંજૂરી પણ રદ થઈ શકશે
આ વર્ષે સમગ્ર રાજ્યમાં 189 જેટલી નવી સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હતી તે તમામને બોર્ડમાં ફરજિયાત નોંધણી કરાવી પડશે. નવી શાળાઓમાં મંજૂરીની મહોર લાગતા પહેલા સ્થળ તપાસ કરવામાં આવશે. ગુજરાતી શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે માધ્યમિકમાં ધોરણ નવ અને ઉચ્ચતર માધ્યમિક માં ધોરણ 11 મળીને કુલ 189 જેટલી નવી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર પાઠવીને તાકીદ કરવામાં આવી છે કે આ તમામ શાળાઓની નોંધણી માટે સ્થળ તપાસ કરી દરેક જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીમ બનાવીને 31 ઓક્ટોબર સુધીમાં આ સ્થળ તપાસ પૂર્ણ કરવાની રહેશે.
15 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ઓનલાઇન વેરિફિકેશન કરવાની કામગીરી પૂર્ણ કરી 30 નવેમ્બર સુધીમાં નવી સ્કૂલની ફાઈલોનું રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી છે. સ્કૂલની વિઝીટ દરમિયાન જો કોઈ પણ ખામીઓ કે કચાશ જોવા મળશે તો હંગામી ધોરણે આપવામાં આવેલી મંજૂરી પણ કેન્સલ કરવામાં આવશે. અને ધોરણ નવ અને 11 માં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં મોકલવા પડે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે તેમ છે.