રાજકેાટના 4 સહિત રાજ્યના 56 આધારકાર્ડ ઓપરેટરેા સસ્પેન્ડ
સુરતના 10, અમદાવાદના 5, કચ્છના 4 ઓપરેટરેા એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
રાજકેાટ : યુઆઈડીએઆઈના વાંકે રાજ્યભરમાં નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં સુધારા-વધારા કરાવવા જતા અરજદારેાની થેાકબંધ અરજીઓ ધડાધડ રિજેક્ટ થવાની સાથે લેાકેાના રૂપિયા 50થી લઈ 100 સુધીના ચાર્જના નાણાં હડપ થઇ રહ્યા છે તેવામાં યૂઆઇડી વિભાગની ટેક્નિકલ ખામીને કારણે આધારકાર્ડ ઓપરેટરેાને પેનલ્ટી ફ્ટકારવાની સાથે સાથે એક સાથે 56 આધારકાર્ડ ઓપરેટરેાને સસ્પેન્ડ કરી નાખવામાં આવતા દેકારેા બેાલી ગયેા છે.
રાજકેાટ સહિત રાજ્યભરમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવા નાગરિકેા પાસેથી ફી વસૂલ્યા બાદ ટેકનિકલ કારણેાસર અનેક અરજદારેાની અરજીઓ રિજેક્ટ કરવાના સિલસિલામાં હવે આધારકાર્ડ સેન્ટરના ઓપરેટરેાને પણ યૂઆઇડી દ્વારા પેનલ્ટી ફટકારી એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવાના હુકમ કરવામાં આવતા આધારકાર્ડ ઓપરેટરેામાં સન્નાટેા વ્યાપી ગયેા છે. યૂઆઇડી વિભાગે રાજ્યના 56 જેટલા ઓપરેટરેાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હેાવાનું સામે આવ્યું છે.
વધુમાં યુઆઈડીએઆઈ દ્વારા સુરતના 10, અમદાવાદના 5, કચ્છના 4, રાજકેાટના 4 અને વડેાદરામાં 3, નવસારીમાં 3, મેારબીના 2 સહિત રાજ્યના કુલ 56 ઓપરેટરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આધારકાર્ડમાં નામ, સરનામુ, ફેાટા કે બાયેામેટ્રિક અપડેશન કરાવવા અરજદારે 50થી 100 રૂપિયાનેા ચાર્જ ચૂકવવા છતાં અનેક કિસ્સાઓમાં અપડેશન થતું નથી અને અરજદારેાનેા ચાર્જ ખવાઈ જાય છે ત્યારે સરકાર દ્વારા રિજેક્શન ચાર્જ ક્યાં પગ કરી જાય છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.