ક્યાંથી ઝડપાયો નશીલા પદાર્થોનો જંગી જથ્થો ? વાંચો
દેશમાં નશીલા પદાર્થોના મોટા જથ્થા અલગ-અલગ જગ્યાએથી ઝડપાઇ રહ્યા છે. ડ્રગ્સ સિન્ડીકેટ ફરી કામે લાગી છે. ગુજરાતની એટીએસ અને દિલ્હી એનસીબીએ રવિવારે સંયુક્ત કાર્યવાહી કરતાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ઝડપાઈ હતી.
ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીના દરોડા દરમિયાન એમડી ડ્રગ્સ બનાવવા માટેના રૉ મટીરિયલ સહિત કુલ 1814 કરોડનો મુદ્દામાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘હાલમાં જ ગુજરાત એટીએસ અને એસીબીએ ભોપાલમાં દરોડા પાડી 1814 કરોડ રૂપિયાનું એમડી અને એમડી બનાવવા વપરાતો માલ-સામાન જપ્ત કર્યો છે.
ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરીના ગુનાને દૂર કરવાના પોલીસના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે. તેમના સહયોગથી આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહી છે. અમારી લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાંને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!’
