હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટમાં રિંગ’ તોડવા નવેસરથી ભાવ મંગાવતી સ્ટે.કમિટી હેડિંગ: ૮ વોર્ડમાં ૮૬ કરોડના ખર્ચે રસ્તા-ડે્રનેજ-પાણી લાઈનમજબૂત’ કરશે મનપા
વોર્ડ નં.૧, ૨, ૪, ૯, ૧૧ સહિતને મળશે લાભ: ૧૧૯ કરોડના વિકાસકાર્યની ૪૪ દરખાસ્તને મંજૂરી
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૮ વોર્ડમાં ૮૬ કરોડના ખર્ચે રસ્તા, ડે્રનેજ અને પાણીની લાઈનને મજબૂત' કરવા માટે અલગ-અલગ દરખાસ્તોને મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી. આ ઉપરાંત હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટમાં
રિંગ’ થઈ ગયાની આશંકા સેવાઈ રહી હોય તેને તોડી નાખવા માટે નવેસરથી ભાવ મંગાવી દરખાસ્તને રિ-ટેન્ડર કરવા માટે પરત મોકલી દેવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કુલ ૧૧૯ કરોડના વિકાસ કાર્યોને લગતી ૪૪ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧, વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૮, વોર્ડ નં.૧૨, વોર્ડ નં.૪, વોર્ડ નં.૬ સહિતના વોર્ડમાં લીકેજ ન થઈ શકે તેવી પાણીની ડીઆઈ પાઈપ લાઈન ઉપરાંત રસ્તા તેમજ ડે્રનેજ લાઈન નાખવાના કામોની દરખાસ્ત સામેલ હતી જેને મંજૂરી અપાઈ હતી.
કમિટીના એજન્ડામાં ૪૫ દરખાસ્તો સામેલ હતી જેમાં એક દરખાસ્ત હોર્ડિંગ બોર્ડ કોન્ટ્રાક્ટની સામેલ હતી જે ગત એજન્ડામાં પણ મંજૂરી અર્થે આવી હતી પરંતુ ત્યારે તેને પેન્ડીંગ રખાયા બાદ આ વખતે રિ-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.