Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોંઘા ભાડાને કારણે વંદેભારત ટ્રેન અડધો-અડધ ખાલી

Fri, October 4 2024

ઓખા-અમદાવાદ વચ્ચેનું અંતર 499 કિલોમીટર અને ભાડું 2485 : અમદાવાદ મુંબઈનું અંતર 491 કિલોમીટરને ભાડું 2295 !

રાજકોટ : લાંબા અંતરના સ્થળોએ જવા માટે મધ્યમવર્ગ માટે એકમાત્ર વિકલ્પ એવી ટ્રેન દિવસે ને દિવસે મોંઘી બની રહી છે ત્યારે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનના મોંઘા ભાડાને કારણે ખાલી-ખાલી દોડી રહી હોવાનું સામે આવ્યું છે સાથે જ રેલવે તંત્રએ મુંબઈ-અમદાવાદ અને ઓખા અમદાવાદ વચ્ચે દોડતી બે વંદેભારત ટ્રેન રૂટના અંતરમાં માત્ર 8 કિલોમીટરનો જ ફેરફાર હોવા છતાં ભાડામાં 165થી લઈ 210 સુધી વધારો કર્યો હોય મુસાફરો જરૂરના સમયે જ આ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે.

અમદાવાદ -મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ વંદે ભારત ટ્રેનમાં એકઝ્યુકેટીવ ચેર કારમાં 2295 અને ચેર કારમાં 1200 રૂપિયા ભાડું 491 કિલોમીટરની મુસાફરી માટે વસુલ કરવામાં આવે છે, જયારે ઓખા -અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં 499 કિલોમીટરના અંતર માટે એકઝ્યુકેટીવ ચેર કારમાં 2485 અને ચેર કારમાં 1365 રૂપિયા ભાડું વસુલ કરવામાં આવતું હોય બન્ને ટ્રેનમાં મુસાફરો અરજન્ટ જરૂરિયાત મુજબ જ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મુંબઈ -અમદાવાદ વંદે ભારતમાં દરરોજ પૂરતા મુસાફરો મળી જાય છે પરંતુ ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનમાં દરરોજ 40થી 50 ટકા સીટ ખાલી રહેતી હોવાનું ઓનલાઇન રેલવે બુકીંગ સિસ્ટમના આંકડા જણાવી રહ્યા છે.

સામાન્ય રીતે અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન બે મહિના અગાઉ જ ફૂલ થઇ જતી હોય છે ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદેભારત ટ્રેનમાં પાંચ દિવસ પહેલા બુકીંગ કરાવો તો પણ આસાનીથી રિઝર્વેશન મળી જાય છે. એ જ રીતે સપ્તાહમાં છ દિવસ દોડતી અમદાવાદ -ઓખા વંદેભારત ટ્રેનમાં તો આસાનીથી ગમે ત્યારે રિઝર્વેશન મળી જતું હોવાનું સામે આવ્યું છે. ઓખા અમદાવાદ વચ્ચે 8 રેક સાથે કુલ 602 મુસાફરોની ક્ષમતા સાથેની વંદે ભારત ટ્રેન દોડે છે જેમાં દરરોજ 150થી 200 કરતા પણ વધુ બેઠક ખાલી રહેતી હોવાનું તેમજ સુપરફાસ્ટ આ ટ્રેન વાંકાનેર અને રાજકોટ સ્ટેશન ઉપર અડધો કલાક જેટલી લેઇટ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓખા-અમદાવાદ વંદેભારત ટ્રેનમાં રાજકોટથી અમદાવાદનું ભાડું એકઝ્યુકેટીવ ચેર કારમાં રૂપિયા 1705 અને ચેર કારમાં 975 રૂપિયા ભાડું વસુલવામાં આવે છે અને રાજકોટથી અમદાવાદ વચ્ચેનું 247 કિલોમીટરનું અંતર કાપતા ટ્રેનને સત્તાવાર રીતે ત્રણેક કલાકથી ઓછો સમય લાગતો હોવાનું રેલવેની સમય સારણીમાં સમય દર્શાવવામાં આવ્યો છે.

વંદે ભારતની તુલનાએ વોલ્વો સસ્તી

ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેનનો લાભ રાજકોટને મળ્યો છે, ઓખા-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન દરરોજ સાંજે 6.10 કલાકે અમદાવાદ સ્ટેશનેથી ઉપડી રાજકોટ રાત્રે 9.03 મિનિટે પહોંચાડે છે. જો કે, વંદે ભારત ટ્રેનમાં એક વયસ્ક મુસાફરનું ચેરકારમાં 975 ભાડું વસુલવામાં આવતું હોવાથી લોકો ટ્રેનને બદલે વોલ્વો બસ કે કેબમાં આવવું વધારે પ્રિફર કરે છે, રાજકોટ અમદાવાદ વચ્ચે દોડતી એસટી અને ખાનગી વોલ્વોમાં 450થી 600 સુધી ભાડું વસુલવામાં આવતું હોય વંદે ભારત ટ્રેન મુસાફરોના ખિસ્સા ઉપર ભારે પડી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ‘લાયન સફારી પાર્ક’માં એક સિંહને બે સિંહણ સાથે રખાશે !

Next

માલ વિતરણ નહીં જ થાય : સસ્તા અનાજના વેપારીઓ અડગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વિદ્યાર્થીઓ હવે માર્કશીટ,સર્ટીફિકેટ અને જન્મતારીખમાં ઓનલાઇન સુધારો કરી શકશે: ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય
ગુજરાત
7 મહિના પહેલા
હોસ્પિટલ ખાલી હોય એટલે દર્દીને ધરાર’ દાખલ રાખવાનો ખેલ !
રાજકોટ
1 વર્ષ પહેલા
જીએસટી ટેક્સ રાહત સ્કીમ પૂર્વે ડિમાન્ડ નોટિસ : નવેમ્બરમાં અમલી બનનારી યોજના જાન્યુઆરીથી શરૂ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 રીલીઝ થયા પહેલા જ વિવાદમાં સપડાઈ : હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર