રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ-૩૦૦૦ રન પૂરા કર્યા
ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી હતી. રવિન્દ્ર જાડેજા સૌથી ઝડપી ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ ટેસ્ટ રન બનાવનારો ભારતીય બન્યો છે. તેણે બાંગ્લાદેશના ખાલિદ અહમદની વિકેટ લેતાંની સાથે જ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. રવિન્દ્ર ૩૦૦ ક્રિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બન્યો છે. તેણે ૧૭૪૨૮મા બોલે પોતાની ૩૦૦મી વિકેટ હાંસલ કરી હતી. તે સૌથી ઓછા બાોલમાં ૩૦૦ વિકેટ લેનારા રવિચંદ્રન અશ્વિન (૧૫૬૩૬) બાદ બીજો બોલર બન્યો છે. બાંગ્લાદેશની પહેલી ઈનિંગમાં જાડેજાની આ પહેલી વિકેટ હતી. અગાઉ રવિન્દ્ર જાડેજાની ૨૯૯ વિકેટમાંથી ૨૧૬ વિકેટ ટેસ્ટ જીત દરમિયાન આવી હતી. આ રીતે તેનો સફળતા દર ૭૨.૭૪% છે જે ક્રિકેટ ઈતિહાસમાં તમામ સ્પિનર્સમાં સૌથી વધુ છે.