Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ડાલામથ્થા માથે તરાપ  ! ગીરમાં ઇકો સેન્સેટિવ ઝોનમા ઘટાડો

Wed, September 25 2024

નવા ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ, જાહેરનામું પ્રસિદ્ધ

ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે : મુળુભાઈ બેરા

એક માત્ર ગીર અભ્યારણ્યમાં જ જોવા મળતાં ‘એશિયાઈ સિંહોની સંખ્યામાં વધારો થતા હવે ડાલામથ્થા સાવજો છેક રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ૧૦ કિલોમીટરની હદ ઇકો-સેન્સીટીવ ઝોન તરીકે ગણાતો હતો પરંતુ નવા જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, તેઓએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી  ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  

ઇકો સેન્સેટિવ ઝોન ઘટાડો સિંહો માટે ઘાતક

એક માત્ર ગીર અભ્યારણમાં જ જોવા મળતા સિંહોની વસ્તીમાં પાછલા વર્ષોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી રાજ્યમાં 2020 ની ગણતરી અનુસાર સિંહની સંખ્યા 674 ઉપર પહોંચી છે ત્યારે જંગલ વિસ્તાર ટૂંકો પડતા ડાલામથ્થા સાવજો સેંકડો કિલોમીટરનું અંતર કાપી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને રાજકોટ જિલ્લામાં ગોંડલ સુધી પહોંચતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે એ જ રીતે પોરબંદર પંથકમાં પણ ડાલામથ્થાંની ડણકો સંભળાઈ રહી છે ત્યારે ઇકો સેન્સેટિવ ઝોનમાં ઘટાડો થતા જંગલ વિસ્તાર નજીક જ હોટેલ, રિસોર્ટ સહિતની ટુરિઝમ પ્રવૃત્તિ વધવાથી સિંહો માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થશે તેવી ચિંતા પર્યાવરણવિદો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ગીર અભ્યારણમાં 2020ની ગણતરી મુજબ 674 સિંહ વસવાટ કરી રહ્યા છે જેમાં અંદાજે માદાની સંખ્યા 309 છે, નરની સંખ્યા 206 છે, બચ્ચાની સંખ્યા 29 છે અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની 130 સંખ્યા નોધાઇ છે. વર્ષ 2015 માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ વર્ષ 2020 ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં 151 નો વધારો થયો છે. વર્ષ 2015 માં સિંહની સંખ્યા 523 હતી.

Share Article

Other Articles

Previous

દવા લેવામાં ધ્યાન રાખજો : પેરાસીટામોલ સહિત 52 દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ

Next

રાજકોટ : રાજમંત્રાના સંચાલકે નાઈસ એન્ડ ન્યુ દુકાનમાં ઘૂસી એકાઉન્ટન્ટને મારી નાખવાની ધમકી આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
36 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
49 મિનિટutes પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
1 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

૨૦મીએ મહાપાલિકામાં ભજવાશે નાટક: નામ: જનરલ બોર્ડ !!
રાજકોટ
1 વર્ષ પહેલા
ફિનલેન્ડમાં એરપોર્ટ પાસે બે હેલિકોપ્ટર વચ્ચે અથડામણ થતાં 5 ના મોત
Breaking
9 મહિના પહેલા
ભારતીય નાગરિક ન હોવા છતાં ચાર ચાર વખત ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોઈ મહિલાના ફિગરને જોઈને કમેન્ટ કરતાં હોય તો ચેતજો !! શરીરને જોઈ ‘ફાઈન’ કહેવું પણ યૌન ઉત્પીડન સમાન : HC
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર