અયોધ્યામાં રામલલ્લા મંદિરમાં ૧ લાખ લાડુ મોકલાયા હતા
આરએસએસના મુખપત્ર પંચજન્ય મોટો ખુલાસો
સનાતન ધર્મ ઉપર હુમલો ગણાવતા મુખ્ય પુજારી
તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીવાળા તેલના ઉપયોગનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. હવે આ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. આરએસએસ ના મુખપત્ર પંચજન્યએ તિરુપતિ મંદિરમાં લાડુના મુદ્દે મોટી વાત કહી છે. મુખપત્રમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરમાંથી 1 લાખ લાડુ પણ અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે અયોધ્યા રામ મદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ એક ષડયંત્ર હતું અને સનાતન ધર્મ પર હુમલો કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના રામલલાના અભિષેકના દિવસે તિરુપતિ મંદિરમાંથી 1 લાખ લાડુ મોકલવામાં આવ્યા હતા. આ લાડુ અયોધ્યામાં ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા. તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ, ડુક્કરની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ બધું આંધ્રપ્રદેશની તત્કાલીન જગનમોહન રેડ્ડી સરકારના કાર્યકાળ દરમિયાન થયું હતું.
આ મુદ્દે અયોધ્યા રામ મદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ એક ષડયંત્ર હતું અને સનાતન ધર્મ પર હુમલો કરવામાં આવ્યો છે.સમગ્ર મામલાની ઉંડી તપાસ કરવામાં આવે અને દોષીતો સામે કડક કાર્યવાહી થાય તે જરુરી છે.